બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું આ દરમિયાન તેમણે રશિયા, યુક્રેન યુદ્ધથી લઈને પારસ્પરિક ટેરિફ અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન સુધીની તેમની નીતિઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીના પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રશિયા- યુક્રેન યુદ્ધ અંગે શું બોલ્યા ટ્રમ્પ ?
સંસદને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધને લઇને કહ્યું કે હવે બંને દેશો વચ્ચે યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ તેમના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેમાં યુક્રેન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને ટ્રમ્પને ચિઠ્ઠી લખી તેમાં જણાવ્યું કે તેઓ જલ્દીથી આ યુદ્ધને રોકવા માટે અને સ્થાયી શાંતિ લાવવા માટે વાતચીત કરવા તૈયાર છે.
ઝેલેન્સ્કીએ પત્રમાં શું લખ્યું ?
સંસદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેમને આજે ઝેલેન્સકી તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ પત્ર મળ્યો છે. ટ્રમ્પે કહ્યું કે પત્રમાં ઝેલેન્સકીએ લખ્યું છે કે તેઓ અને તેમની ટીમ શાંતિ લાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કામ કરવા તૈયાર છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ યુક્રેનની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જાળવવામાં અમેરિકાના યોગદાનની કદર કરે છે. ખનિજો અને સુરક્ષા સંબંધિત કરારોની વાત કરીએ તો યુક્રેન તમારી સુવિધા મુજબ ગમે ત્યારે આ કરારો પર હસ્તાક્ષર કરવા તૈયાર છે.
ઝેલેન્સ્કીએ મોકલેલા પત્રની ટ્રમ્પે કરી પ્રશંસા
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઝેલેન્સકી દ્વારા મોકલવામાં આવેલા પત્રની પ્રશંસા કરે છે. આ સંદર્ભમાં અમે રશિયા સાથે ગંભીર વાતચીત કરી છે અને અમને શાંતિની દિશામાં આગળ વધવા માટે મજબૂત સંકેતો પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે ઝેલેન્સકીએ ટ્રમ્પને આ પત્ર અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કર્યાના એક દિવસ પછી જ લખ્યો છે.


