- પક્ષીઓના રેસ્ક્યુ માટે 62 કોલ મળ્યાં, સૌથી વધુ કબૂતર ઘવાયા
- જીવદયા અને બર્ડ રેસ્ક્યૂ કેન્દ્રોમાં અનેક પક્ષીઓની સારવાર કરાઈ
- સામાન્ય દિવસોની સરખામણીએ 24.05 ટકાનો વધારો જોવા મળ્યો
ઉત્તરાયણના તહેવારે રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ 24.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં કુલ 62 કોલ મળ્યા છે. ત્યારે શહેરમાં પતંગની દોરીથી 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. ત્યારે ઇજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે. અમદાવાદ ફાયર વિભાગને ત્રણ દિવસમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 62 કોલ મળ્યા હતા. જેમાં 13 જાન્યુઆરીએ 17 કોલ, 14 જાન્યુઆરીએ 20કોલ અને 15 જાન્યુઆરીએ 25 કોલ મળ્યા હતા. ત્યારે શહેરમાં 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.
બે દિવસમાં આગના કુલ 12 જેટલા કોલ મળ્યા
શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ઉત્તરાયણમાં તહેવારમાં શોર્ટ સર્કિટ અને અન્યો કારણોસર 12 જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ વર્ષે ટુક્કલોને કારણે આગ લાગવાનો એક પણ બનાવ બન્યો નથી.


