જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી રાત્રે સુવા ન દેતી હોવાથી જનેતાએ હત્યા કરી : અપહરણની ખોટી સ્ટોરી ઘડી
ધ્રોલના હાડાટોડા પરપ્રાંતિય મંજુરની 10 મહિનાની ખુશી નામની માસુમ બાળકીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ હતી. જેમા ચોકાવનાર વિગતો બહાર આવી છે. ધ્રોલના હાડાટોડામાં 10 મહિનાની માસૂમ બાળકીને જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી રાત્રે સુવા ન દેતી હોવાથી સગી જનેતાએ બાળકીને કૂવામાં ફેંકી હત્યા કરી અપહરણ થાયની ખોટી સ્ટોરી ઉપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી માહિતી મુજબ ધ્રોલના હાડાટોડા ગામે વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં ભગિયા તરીકે એમ.પી. અલીરાજપુરના બળદા ગામના ખેતમજુરી કામ કરતાં કાળુભાઇ સવજીભાઈ મીનાવાની 10 માસની ખુશી નામની બાળકીનું અપહરણ કરી ગયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાતા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તાઓસમાં 10 માસની બાળકીનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જે લઈ પીએમ અર્થે ખસેડાઇ હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં બાળકીના પરિવાર ઉપર શંકા જતાં ઊંડાણ પૂર્વક તપાસ કરતાં બાળકીને માતાએ જ માસૂમને કૂવામાં ફેંકી હત્યા નિપજવી હોવાનું સામે આવ્યું હતું. જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી રાત્રે સુવા ન દેતી હોવાથી માતા સંગીતાબેન બાળકી ખુશીને બિમારીમાંથી કાયમી છુટકારો આપવા માટે કૂવામાં ફેંકી દીધાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે બાળકીના પિતા કાળુભાઈએ ફરિયાદ નોંધાવતા સગી જનેતા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


