- અમદાવાદમાં ઈમરજન્સી સેવાના 17 ટકા જેટલા કેસમાં વધારો
- સૌથી વધુ શ્વાસના, હૃદય રોગ અને અકસ્માતના કેસો
- ઈમરજન્સી સેવાના COO દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ
રાજ્યમાં સતત નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં 108 ને મળતાં કોલમાં 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ગરબા રમતાં ખેલૈયાઓના હાર્ટ એટેકની જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ અંગે 108 ઈમરજન્સી સેવા અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં નોર્મલ દિવસો કરતાં ઈમરજન્સી 108 ની સેવામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આશરે સમગ્ર ગુજરાતમાં 10 ટકા જેટલો વધાનો નોંધાયો છે. જેમાં પણ માત્ર અમદાવાદમાં જ 17 ટકા જેટલા કેસમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ શ્વાસની તકલીફની સાથે હૃદય રોગ અને અકસ્માતન કેસો સામે આવ્યા છે.
108 ની સેવામાં પણ વધારો કરવામાં આવ્યો
છેલ્લા થોડાં સમયથી સમગ્ર રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નવરાત્રી દરમિયાન પણ ઘણાં લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના કારણે 108 સેવાનો પણ લોકો દ્વારા વધુમાં વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે.
108 ઈમરજન્સી સેવાના coo દ્વારા લોકોને સતર્ક રહેવા કરાઈ અપીલ કરવામાં આવી અને સાથે જ જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન 108 ઇમરજન્સી સેવા દ્વારા 8 મહાનગર પાલિકા અને 150 ઉપર પાલિકા વિસ્તારમાં 220 લોકેશનમાં પર એમ્બ્યુલન્સ કામે લગાવવામાં આવી છે. જેમાં સતત કોલની સંખ્યામાં નોર્મલ દિવસો કરતાં વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ત્રણ લોકોને ગરબા દરમિયાન આવ્યો હાર્ટ એટેક
આજે રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોત નો આંકડો રોજબરોજ વધી રહ્યો હોઈ જે ખુબજ ચિંતાજનક બાબત બની રહી છે. આ વચ્ચે ખેડાના કપડવંજમાં કપડવંજમા 17 વર્ષીય યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. તેમજ દ્વારકમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3ના મોત થયા તો વડોદરામાં 24 કલાકમાં બે વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જયારે સુરત, અમદાવાદ, રાજકોટ સીટી અને ધોરાજીમાં 1-1 લોકોના હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં મોત થયા છે.