- ડુંગળીના પ્રતિ કિલોના ભાવ રૂ.50 થી 70એ પહોંચ્યો
- ડુંગળીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો
- દિવાળી સુધી હજુ રોજ ભાવ વધે તેવા એંધાણ
રાજ્યમાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 100 ટકાનો વધારો થયો છે. જેમાં ડુંગળીના પ્રતિ કિલોના ભાવ રૂ.50 થી 70એ પહોંચ્યો છે. ડુંગળીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો થયો છે. તેમજ દિવાળી સુધી હજુ રોજ ભાવ વધે તેવા એંધાણ છે. 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળતી ડુંગળી 50 થી 70 રૂપિયા કિલોએ પહોંચી છે.
શહેરમાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 100 ટકાનો વધારો થયો
શહેરમાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 100 ટકાનો વધારો થયો છે. ડુંગળીની આવકમાં ઘટાડો અને તાપમાનમાં વધારાને પગલે ભાવ વધ્યા છે. તેમજ દિવાળી સુધી હજુ રોજ ભાવ વધે તેવા એંધાણ છે. નવી ડુંગળીની આવક અને ઠંડી પડવાની શરૂ થયા બાદ ભાવ ઘટશે. હાલ ગૃહિણીઓને ડુંગળીના ભાવ વધારાથી કોઈ રાહત મળશે નહિ. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા સતત વધારાને કારણે ડુંગળીના ભાવ બમણા કરતાં પણ વધુ થઈ ગયા છે. હજુ પણ આ ભાવ સતત વધશે તેવી ભીતી સેવાઈ રહી છે.
સામાન્ય રીતે નવો ખરીફ પાક આવે તે પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે
ખેડૂતો અને શાકભાજીના વેપારીઓ સહિત ગ્રાહકોમાં ડુંગળીના ભાવમાં ઓચિંતા વધારો કેમ થયો તેની ચર્ચા છે. સામાન્ય રીતે નવો ખરીફ પાક આવે તે પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે. પરંતુ ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડાઓ અનુસાર ગત વર્ષની સરખામણીએ ઑક્ટોબરના સમયગાળામાં ડુંગળીના ભાવ સરેરાશ 10 રૂપિયા વધુ છે. કેટલાંક રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ આ સરેરાશ ત્રણ ગણા થવામાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
ડુંગળીના ભાવ ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધારો થયો
ડુંગળીના ભાવ ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધારો થયો છે. કારણ કે ડુંગળી માટે દેશના મોટાભાગનાં રાજ્યો એકબીજા પર નિર્ભર છે. ગુજરાત મહારાષ્ટ્ર પર તો મહારાષ્ટ્ર ઘણેખરે અંશે દક્ષિણ ભારતનાં રાજ્યો પર નિર્ભર છે, જ્યાં છેલ્લા બે વર્ષથી સતત ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાન જઈ રહ્યું છે. અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો મહત્તમ જથ્થાબંધ ભાવ (પ્રતિ ક્વિન્ટલ) 28 ઑક્ટોબરના દિવસે 6 હજાર સુધી પહોંચી ગયો છે. હજુ એક મહિના પહેલાં આ ભાવ 2,700 રૂપિયા હતો. એટલે કે છૂટક ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર છે.