- આઇસલેન્ડ જ્વાળામુખી ફાટી નીકળવાને લઇ તંત્ર એલર્ટ
- એક કલાકમાં 150 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા
- ગ્રિંડાવિક ગામને સૌથી વધુ નુકસાન થશેનો અંદાજ
આઇસલેન્ડ જ્વાળામુખી ફાટી નીકળવાની ટોચ પર ઊભું છે. વૈજ્ઞાનિકોએ દેશના દક્ષિણ-પશ્ચિમ રેકજેનેસ દ્વીપકલ્પમાં જ્વાળામુખી ફાટવાની આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ આઇસલેન્ડમાં અંદાજીત 24 હજાર જેટલા આંચકા અનુભવાયા છે. એક કલાકમાં 150 જેટલા આંચકા આવ્યા હતા. પ્રાકૃતિક આફતને જોતા સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. પોલીસે શુક્રવારે ગ્રિન્દાવિકનો ઉત્તર-દક્ષિણ માર્ગ બંધ કરી દીધો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોલીસ વડાએ ગ્રિંદાવિકની ઉત્તરે સુન્ધાન્જુક્કાગીરમાં ધરતીકંપની ગતિવિધિઓને કારણે નાગરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
ગ્રિંડાવિક ગામને સૌથી વધુ નુકસાન થશે
આઇસલેન્ડની સરકારે ચેતવણી આપી છે કે અત્યાર સુધી અનુભવાયેલા ભૂકંપ કરતાં વધુ મોટા ભૂકંપ આવી શકે છે અને આ ઘટનાઓ જ્વાળામુખી ફાટી શકે છે. આઇસલેન્ડિક હવામાન કચેરી (IMO) અનુસાર, આગામી દિવસોમાં જ્વાળામુખી ફાટી શકે છે. તમને જણાવી દઈએ કે ભૂકંપના આંચકા અને જ્વાળામુખી ફાટવાને કારણે સૌથી વધુ નુકસાન લગભગ 4 હજાર લોકોની વસ્તીવાળા ગ્રિંડાવિક ગામને થશે, જે જ્વાળામુખી વિસ્તારથી લગભગ 3 કિલોમીટર (1.86 માઈલ) દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. 1730 જીએમટીની આસપાસ, રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર અને દેશના દક્ષિણી દરિયાકાંઠે બે મજબૂત ભૂકંપ અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે લોકોના ઘરની બારીઓ અને ઘરવખરીના કાચ પણ ધ્રૂજી ગયા હતા.
લાવા પૃથ્વીથી 3 કિલોમીટર નીચે ઉકળે છે
IMOના પ્રારંભિક ડેટા અનુસાર, સૌથી મોટો ગ્રિંડાવિકની ઉત્તરે 5.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ઘણી ધરતીકંપની પ્રવૃત્તિ થઈ છે, જેના કારણે નિષ્ણાતો જ્વાળામુખી ફાટી નીકળવાની ચિંતા વ્યક્ત કરે છે. આ વિસ્તારમાં એક કલાકમાં 150થી વધુ ભૂકંપ આવ્યા. ઓક્ટોબરના અંતથી અત્યાર સુધીમાં દ્વીપકલ્પ પર લગભગ 24 હજાર ભૂકંપ આવ્યા છે. શુક્રવારે મધરાતથી અત્યાર સુધીમાં લગભગ 800 જેટલા આંચકા અનુભવાયા છે. લાવા પૃથ્વીથી 3 કિલોમીટર (3.1 માઇલ) ની ઊંડાઈએ ઉકળી રહ્યો છે, જો તે સપાટી તરફ જવાનું શરૂ કરે તો તે જ્વાળામુખી ફાટી શકે છે. તેને જોતા આ વિસ્તારમાં પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગલારૂપે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી છે.


