- જુદી જુદી 4 કેટગરીમાં 15 ફિલ્મોનું કરાશે સ્ક્રિનિંગ
- ફિલ્મ ફેસ્ટીવલમાં રાજ્યપાલ દેવવ્રતે આપી હાજરી
- ડિજીટલાઈઝેશન આજના સમયની જરુરિયાત: રાજ્યપાલ
ગુજરાત યુનિવર્સિટીની EMRC અને કન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન દ્વારા 15મો આંતરાષ્ટ્રીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફેસ્ટીવલ યોજાયો છે. 30 ઓક્ટોબર સુધી આ ફેસ્ટીવલ યોજાશે જેમાં ચાર કેટેગરીમાં 15 ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીઈસીના ડાયરેક્ટર પ્રો. જગભુષણ નડ્ડા ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું કે ડિજીટલાઈઝેશન આજના સમયની જરુરિયાત છે. પાંચ તત્વથી આપણું શરીર બન્યુ છે. જેટલા તત્વ સારા એટલુ આપણું શરીર સારુ. પ્રકૃતિને બચાવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. માણસની પ્રકૃતિ છે જે નેચરનો વિનાશ કરે છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ અને ઈઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે જેનાથી પણ પૃથ્વીને નુકસાન થાય છે.
આપણો દેશ ઋષિઓનો દેશ છે. જેનો ઉદેશ લોકોને નુકસાન કરવાનો ન હતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. જગતભુષણ નડ્ડાએ જણાવ્યું કે આગામી શૈક્ષણિક વર્ષથી ડિજિટલ યુનિ શરુ કરવાનો પ્રયાસ છે. 90 જેટલા કોર્સનો ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરાયુ છે.