- દક્ષિણપૂર્વ એશિયાઈ જળસીમામાં સામે આવી લૂટની 99 ઘટનાઓ
- સિંગાપોર સ્થિત એક મેરીટાઈમ સંસ્થાએ આ અંગે જાણકારી આપી
- ભારતીય સીમામાંથી 5 અને બાંગ્લાદેશ-મલેશિયામાંથી 1-1 ઘટના
એશિયાઈ જળ વિસ્તારમાં 2023માં ચાંચિયાગીરીની કોઈ ઘટના નોંધાઈ નથી. જ્યારે, આ જ વર્ષે દક્ષિણપૂર્વ એશિયાઈ જળસીમામાં 99 ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત, એક વખત સશસ્ત્ર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિંગાપોર સ્થિત એક મેરીટાઈમ સંસ્થાએ મંગળવારે આ જાણકારી આપી છે.
જોકે, એશિયામાં જહાજોમાં સમુદ્રી અને સશસ્ત્ર લૂટને પહોંચી વળવા માટે ક્ષેત્રીય સહયોગ કરાર (ReCAAP)ના કાર્યકારી ડાયરેક્ટર કૃષ્ણસ્વામી નટરાજને કહ્યું કે 2023માં 100 ઘટનાઓ સામે આવી છે જે 2022ની સરખામણીમાં 19%નો વધારો દર્શાવે છે. પરંતુ આ બધી લૂટની ઘટનાઓ નાની ઘટનાઓ હતી. જેમ કે પિત્તળના ઉત્પાદન, એંજનના પાર્ટસ જેવી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી.
ભારતમાં 2023માં આવી 5 ઘટનાઓ બની હતી. જ્યારે બાંગ્લાદેશ અને મલેશિયામાં 1-1 ઘટના નોંધાઈ હતી. 2022માં, આ બંને દેશોમાં અનુક્રમે 5 અને 2 ઘટનાઓ નોંધવામાં આવી હતી. વર્ષની સમીક્ષા કરતા નટરાજને જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન, સ્ટ્રેટ ઓફ મલાક્કા એન્ડ સિંગાપોર (SOMS), થાઈલેન્ડ અને વિયેતનામમાં ઘટનાઓમાં વધારો થયો છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના પૂર્વ મહાનિર્દેશકે કહ્યું છે કે વર્ષ 2022માં 55 ઘટનાઓની સરખામણીમાં મલક્કા અને સિંગાપોરની સ્ટ્રેટમાં 63 ઘટનાઓ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સુલુ-સેલેબસ સાગરમાં અબૂ સૈય્યાફ જૂથ (ASG) દ્વારા ખંડણી માટે ચાલક દળનું અપહરણ કર્યાની કોઈ રિપોર્ટ નથી મળી. ફિલિપાઈન્સ અને મલેશિયાના અધિકારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.


