By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત

Editor
Last updated: 2026/03/31 at 1:40 PM
2 months ago
Share
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
SHARE

કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન બનેલો બનાવ : સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સમગ્ર પંથકમાં શોકનો માહોલ

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી જિલ્લા રાજકારણના એક અનુભવી અને સક્રિય ચહેરા એવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું 30 માર્ચે હાર્ટ એટેકના તીવ્ર હુમલાને કારણે નિધન થયું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પક્ષના કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડી હતી.

ઘટનાની વિગત મુજબ, કિશોરભાઈ ચીખલીયા આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-3ના મહેન્દ્રનગર ગામે એક કાર્યકર્તાના ઘરે બેઠક માટે ગયા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવ્યો હતો.

તેમને તાત્કાલિક સામાકાંઠા વિસ્તારની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં સારવાર કારગત ન નીવડી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સગા-સંબંધીઓની મોટી ભીડ ઉમટી પડી હતી.

કિશોરભાઈ ચીખલીયાનો રાજકીય ઈતિહાસ ઘણો લાંબો અને પ્રભાવશાળી રહ્યો છે. તેમણે પાયાના સ્તરેથી પક્ષમાં કામ કર્યું હતું. વર્ષ 2010માં જ્યારે મોરબી જિલ્લો અસ્તિત્વમાં નહોતો, ત્યારે તેઓ રાજકોટ જિલ્લા પંચાયતની માળિયા મીયાણા તાલુકાની સરવડ બેઠક પરથી પ્રથમ વખત વિજેતા બની રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા. વર્ષ 2015માં મોરબી અલગ જિલ્લો બન્યા બાદ, તેઓ ફરીથી સરવડ બેઠક પરથી મોરબી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે અને ત્યારબાદના અઢી વર્ષ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2024માં તેમની સક્રિયતા અને અનુભવને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કમાન સોંપવામાં આવી હતી.

કિશોરભાઈના નિધનથી કોંગ્રેસ પરિવારે એક નિષ્ઠાવાન અને સક્રિય નેતા ગુમાવ્યા છે. તેઓ સતત લોકોની વચ્ચે રહીને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરતા હતા. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં પક્ષને મજબૂત કરવા તેઓ રાત-દિવસ કાર્યરત હતા, ત્યારે તેમના અચાનક જવાથી સમગ્ર જિલ્લામાં અને રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે.

You Might Also Like

વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ
રાજકોટ

 મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ

Editor By Editor 2 days ago
 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ
 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
 IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?