By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી

Editor
Last updated: 2026/03/12 at 3:12 PM
1 day ago
Share
ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
SHARE

ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી

હાઈકોર્ટ સુધી પહોંચેલા કેસમાં કોર્ટ બહાર સમાધાન; ગ્રાહક દંપતીને આશરે 89 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની ઇન્ડિયન બેંકમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના ગુમ થવાના ચકચારભર્યા બનાવમાં આખરે બેંકે પોતાની બેદરકારી સ્વીકારી ગ્રાહક દંપતીને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી કાનૂની લડત બાદ મામલો કોર્ટ બહાર સમાધાનથી પૂર્ણ થતાં બેંકે ગ્રાહકોને સોનાની કિંમતના આધારે મોટી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના જનકલ્યાણ સોસાયટી વિસ્તારમાં રહેતા સંગીતાબેન શાહ અને શ્યામભાઈ શાહે વર્ષ 2023માં ઇન્ડિયન બેંકની રાજકોટ મુખ્ય શાખામાંથી ગોલ્ડ લોન લીધી હતી. આ લોન માટે તેમણે આશરે 1004 ગ્રામ સોનાના ઘરેણાં તેમજ કિંમતી રત્નો બેંકમાં ગીરવે મૂક્યા હતા.
બાદમાં ઓક્ટોબર 2025માં દંપતી લોનનું રિન્યુઅલ કરવા બેંકમાં પહોંચ્યું ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના દાગીનાનું પેકેટ બેંકના લોકરમાંથી ગુમ થઈ ગયું છે. આ ખુલાસા બાદ દંપતી સ્તબ્ધ બની ગયું હતું. બેંક તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા અને મામલે બેદરકારી સામે આવતા શાહ દંપતીએ અંતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોર્ટમાં ચાલેલી કાર્યવાહી દરમિયાન વધુ એક ગંભીર હકીકત સામે આવી હતી. બેંકને માર્ચ 2025માં આંતરિક ઓડિટ દરમિયાન જ દાગીના ગુમ થયાની જાણ થઈ ગઈ હતી, છતાં આ અંગે ગ્રાહકોને સમયસર જાણ કરવામાં આવી નહોતી. ઉલટાનું નવેમ્બર 2025 સુધી દંપતી પાસેથી નિયમિત વ્યાજ વસૂલાત ચાલુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત બેંકે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ લાંબો સમય લીધો હતો.
હાઈકોર્ટમાં મામલો ગંભીર બનતાં અને કાયદાકીય દબાણ વધતાં ઇન્ડિયન બેંકે અંતે સત્તાવાર રીતે પોતાની ભૂલ સ્વીકારી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. બેંક દ્વારા શાહ દંપતીને કુલ રૂ.1,32,52,746નું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. આ રકમમાંથી લોનની બાકી મુદ્દલ રકમ કપાત કર્યા બાદ દંપતીને આશરે રૂ.89,36,746 નેટ ચુકવવામાં આવશે.
આ સાથે જ બેંકે નવેમ્બર 2025 પછી વસૂલાયેલ વ્યાજ અને પેનલ્ટી ચાર્જ પણ પરત આપવાનો નિર્ણય કર્યો છે. બેંકના જણાવ્યા મુજબ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને ગોલ્ડ લોન ખાતા બંધ કરી દેવામાં આવશે અને ગ્રાહકોના સિબિલ સ્કોર અથવા ક્રેડિટ હિસ્ટ્રી પર પડેલી નકારાત્મક અસરને પણ સુધારી દેવામાં આવશે.
આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી પણ મોડે શરૂ થઈ હતી. દાગીના ગુમ થયાની ઘટના બાદ લગભગ છ મહિના પછી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અગાઉ શાહ દંપતીએ પોલીસને અરજી આપી હોવા છતાં શરૂઆતમાં ગંભીરતા દાખવાઈ નહોતી. બાદમાં મામલો ચગતા બેંક અધિકારીની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ કેસમાં તે સમયના આસિસ્ટન્ટ બેંક મેનેજર શ્રુતિ દિવાકર શખારે અને વિષ્ણુ નારાયણ એલાય સામે આરોપ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
બેંકની કસ્ટડીમાં રાખેલા દાગીનાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરનાર આ કેસમાં ગ્રાહક દંપતીની લાંબી લડત બાદ અંતે ન્યાય મળ્યો છે અને બેંકને પોતાની બેદરકારી બદલ મોટું વળતર ચૂકવવાની ફરજ પડી છે.

You Might Also Like

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હિન્દુ યુવતિ અને મુસ્લિમ યુવકને સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્ન કરવા HCની મંજૂરી
ગુજરાત

હિન્દુ યુવતિ અને મુસ્લિમ યુવકને સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્ન કરવા HCની મંજૂરી

Editor By Editor 2 days ago
 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
પાટડીના માલણપુરમાં વ્યકિત દીઠ અંદાશે સાત વૃક્ષો, ૯૫૦૦થી વધુ વૃક્ષોની લીલોતરી
૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો
 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?