By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/03/13 at 3:59 PM
2 months ago
Share
 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
SHARE

મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

મેઘાણી મંથન નો કવિ વે

આશ્રિતોનું જીવનભર પોષણ કરવું એનું શુભ થાય એ કરવું

સત્યવાદી ન થવાય તો કૈં નહી પણ સત્યવાદીના થઇ જાઓ

 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુણ્યસ્મરણમાં શ્રધ્ધાંજલી, સ્વરાંજલિ અને સ્મરણાંજલિરૂપી ત્રિવેણીમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા માનસ મેઘાણીના છઠ્ઠા દિવસે ગઇકાલે કથાનો પ્રેસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું કે મને એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ મેઘાણીના ધર્મ, અર્થ, કામ, મોક્ષ કયા? જવાબ : મહાભારતમાં ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે એ શ્લોક હું લાવ્યો છું. આ શ્લોકમાં જે વાત છે એ તમામ મેઘાણીને લાગુ પડે છે અને એમાં જ એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમાયા છે. શ્લોક તમે સૌ પણ સાથે બોલો…

અક્રોધ : સત્ય વચનમ સંવિભાગ

ક્ષમા તથા પ્રજન : સ્વેસુદારેષુ શૌચમ

અદ્રો: એવચ આર્જવમ ભૃત્યભરણમ નવૈ તે સાર્વવર્ણિકા

અર્થાત જેનામાં ક્રોધ ન હોય મેઘાણીભાઇમાં ક્રોધ નથી, કોપ છે. પુણ્યપ્રકોપ છે. સત્ય વચન છે. લોક કલ્યાણ માટે સમાજની ચિંતા માટે એને પીડા થાય છે એટલે ક્રોધ આવે પણ એ ક્રોધ નથી પુણ્ય પ્રકોપ છે.

ગુજરાત રાજયની સ્થાપના જેના શુભ-શૃધ્ધ હસ્તે દિવા પ્રગટાવીને થઇ હતી તે રવીશંકર મહારાજનું સ્મરણ કરતાં પ્રિય બાપુએ મહારાજનો એક હૃદયસ્પર્શી પ્રસંગ ભીની આંખે વર્ણવ્યો હતો. મીઠીકાંઠાના ગામડાઓમાં રવીશંકર મહારાજ ફરતા હતા એમાં એક ગામમાં મહારાજ ઘણું રોકાયા અને પછી વિદાય થવાનો દિવસ આવ્યો ત્યારે આખુ ગામ રડતું હતું અને મહારાજને વિનંતી કરવું હતું કે બાપજી, મહારાજ તમે અમારૂ ગામ છોડીને જ જાઓ, ન જાઓ… ત્યારે મહારાજ બોલ્યા છે કે મારાથી તમારૂ દુ:ખ નથી જોવાતું. લોકો કહે મહારાજ, શાનું દુ:ખ! મહારાજ કહે તમે લોકો દારૂ પીવો છો, તમારા બાળકો-પરિવારનું ધ્યાન નથી રાખતા એનું મને દુ:ખ થાય છે અને આ દુ:ખ હું જોઇ શકતો નથી! ગામ લોકોએ કીધુ કે આજથી અમે દારૂ છોડી દઇએ પણ તમે રોકાઇ જાવ. મહારાજ બોલ્યા કે તો પછી તમારી પાસે જેટલો દારૂ છે એને સળગાવી દો. લોકો કહે મહારાજ, અમારો જીવ નહીં ચાલે, એ દારૂની હોળી કરતા તો પછી મહારાજે કીધું કે લાવો, હું સળગાવી દઇશ અને મહારાજે દારૂ એ પાદરમાં સળગાવી દીધો! આ છે રવિશંકર મહારાજનું સેવાકર્મ.

સુખ નહીં પણ આનંદના  સૂત્રો યાદ રાખવા જેવા છે. આ ત્રણ માર્ગો જીવનમાં ઉતારો તો આનંદ-પ્રેમાનંદ મળશે. અઘરૂ છે પણ સુખ માટે નહીં જીવનમાં આનંદ મેળવવા માટે આ ત્રણ સૂત્રો ખૂબ જ મહત્વના છે. (૧) આપણી પાસે આપણી કક્ષાથી જરૂરીયાત કરતાં પણ વધારે અધિક મળ્યું હોય તો એને વહેંચી દો! સ-વિભાગ કરી દો એટલે કે લોકોને આપી દો. શાસ્ત્ર પણ કહે છે કે તમારી કમાણીનો દસમો ભાગ કાઢવો જોઇએ. આપણી આવકનો દસમો ભાગ જેને જરૂરીયાત છે એને આપવો જોઇએ. (૨) કોઇની પણ નીંદા ન કરવી, દ્વવેષ ન કરવો, ઇર્ષા ન કરવી. જો કે આ અઘરૂ છે અને (3) નીત્ય નિરંતર ઇશ્વરનું સ્મરણ કરવું.

ઓશો એ એક પ્રસંગ કહ્યો છે. એમ ગામડાનો માણસ વિદેશ જાય છે. ત્યાં પંચતારક હોટલમાં રહે છે. રાતે એ રૂમમાં રહેલી લાઇટો અને પંખાને ફૂંક મારે છે! આખી રાત એ લાઇટો બબ્બને ફૂંકો મારે છે, એને ઓલવવા માટે સવારે ગાલ ફૂલી ગયા! એણે હોટલના મેનેજરને બોલાવ્યા અને કીધું કે આ લાઇટો ઓલવાતી નથી! હું આખી રાત ફૂંક મારી-મારીને થાકી ગ્યો, ત્યારે મેનેજરે કહ્યું કે એને માટેની સ્વીચો હોય, આ સ્વીચ બંધ કરો એટલે લાઇટ બંધ થઇ જાય! બાપ, આપણી સ્વીચ આપણા હાથમાં હોવી જોઇએ. આપણી જાતે ડીમ-ફૂલ કરી શકીએ કોઇ બીજાના હાથમાં આપણી સ્વીચ ન હોવી જોઇએ આટલું સમજ જો મારા ભાઇ-બહેન!

તો મેઘાણીભાઇનો ધર્મ લોકોની પીડા સમજવાનો સમાજને જાગૃત કરવાનો છે અને મેઘાણીભાઇનો અર્થ પણ સાહિત્ય દ્વારા, કથાઓ દ્વારા લોકોને જીવનનો સાચો અર્થ સમજાવવાનો છે અને ‘કામ’ એટલે કે મેઘાણીભાઇએ દેશ માટે, સમાજ માટે કેટલા કામો કર્યા એ અર્થમાં અને મોક્ષ એટલે પચાસ વર્ષના આયુષ્યમાં પાંચસો વર્ષ જેટલું કર્મ કરીને સમાજને આપી દીધું એ જ મોક્ષ-મોહ મુકત થઇને સર્વનું કલ્યાણ થાય એ માટે ‘મો’હને ‘લ’ ય થાય એ જ મોક્ષ…

 

કથા રત્નો

(૧) ખોટું બોલીને કથામાં ન આવવું, કર્તવ્ય ધર્મ બજાવીને કથામાં આવો

(૨) વકતા ના લક્ષણો : સમય બધ્ધતા, વિષય બધ્ધતા, ગ્રંથ બધ્ધતાને ગુરૂબધ્ધતા

(3) બસ એટલી સમજ અને પરવરદિગાર દે, સુખ જયારે જયાં મળે ત્યાં બધાના વિચાર દે – મરીઝ સાહેબ

(૪) તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હક્ક હૈ તુમ્હે મેરી બાત ઔર હૈ મૈંને તો મુહોબ્બત કી હૈ!

(૫) તું રંગાઇ જાને રંગમાં, સીતારામ તણા સપ્તસંગમાં રાધેશ્યામ પણ રંગમાં, તું રંગાઇ જાને રંગમાં….

વીંટી નહીં બેરખો….

કથા દરમ્યાન એક યુગલે બાપુને ચીઠ્ઠી લખેલી કે બાપુ અમારી સગાઇ તા.૧૯-૧-૨૫ના રોજ થયેલી (એક વર્ષ પૂર્વે) ત્યારે અમે એકબીજાને વીંટી ન્હોતી પેરાવી. આજે અમે કથામાં આવ્યા છીએ, તો તમારી નજીક આવી શકીએ? વ્યાસપીઠ પર આવીને તમે અમને બેરખો પેરાવો!

બાપુએ ચિઠ્ઠી વાંચીને તરત જ એ યુગલને વ્યાસપીઠ પર બોલાવ્યાં અને બંનેને બેરખા પહેરાવ્યાં એટલું જ નહીં પણ પ્રસાદીરૂપે બન્નેને શાલ અને પાંચસો-પાંચસો રૂપિયા પ્રેમ પ્રતિકરૂપ અર્પણ કર્યા હતા. પ્રિય બાપુનો આ છે સહજ પ્રેમ. છેલ્લામાં છેલ્લા માણસ સુધી બાપુ પહોંચે છે. બાપુની આ સરળતાના સાગરમાં લાખો લોકો ભીંજાય છે જય સિયારામ….

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
રાજકોટ

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

Editor By Editor 14 hours ago
ભાજપના હારેલા ઉમેદવારોએ રસ્તાઓ તોડ્યા, લાઈટના વિજપોલ ઉધેડ્યા, ધોકા લઈને નિકળ્યા
 શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરીમાં યોજાશે દશાબ્દી મહોત્સવ’
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?