By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

Editor
Last updated: 2026/08/01 at 3:03 PM
4 hours ago
Share
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
SHARE

મેઘરાજાનો મેગા એટેક

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં ૪થી ૭ ઇંચ મેઘકૃપા, રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય; અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, ખેડૂતોમાં ખુશી તો તંત્ર એલર્ટ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડતાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ મેગા એટેક શરૂ કર્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૫૫ તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલી મેઘસવારી આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ચુડામાં ૭ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે વઢવાણમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શિહોર, મહુવા, લખતર, સાયલા, પાલીતાણા, બોટાદ અને ગઢડામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલ્લભીપુર, ભાવનગર અને મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે દસાડા, ચોટીલા, લીંબડી, થાનગઢ, લાઠી અને બાબરામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ટંકારા, વાંકાનેર અને સાવરકુંડલામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો અને અન્ય વિસ્તારોમાં ઝાપટાથી દોઢ ઇંચ સુધી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસતાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ફરી જમાવટ કરી છે. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે ચિંતિત ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ અને સમગ્ર સોરઠ વિસ્તારમાં પણ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદ બાદ જિલ્લામાં કુલ ૧૯૪ મીમી એટલે કે અંદાજે ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ભેસાણ, વિસાવદર અને મેંદરડામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જૂનાગઢ શહેરમાં પોણો ઇંચ અને ગિરનાર પર્વત પર ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ વંથલી, જૂનાગઢ, ભેસાણ અને ગિરનાર વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો અને દિવસ દરમિયાન વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં પણ સર્વત્ર વરસાદી માહોલ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના સરેરાશ ૭૩.૪ મીમી એટલે કે લગભગ ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ હવે ૪૧૫.૩ મીમી સુધી પહોંચી ગયો છે. તમામ ૧૦ તાલુકામાં વરસાદ નોંધાતા જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાની શાળા-કોલેજો સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવી હતી અને તંત્રને સંપૂર્ણ સતર્ક રાખવામાં આવ્યું છે.
આટકોટમાં રાત્રિથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ચાલુ રહ્યો હતો. દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને ભાવનગર હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ખેડૂતો આ વરસાદને પાક માટે “કાચું સોનું” ગણાવી રહ્યા છે અને નદી-નાળાઓ છલકાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
જામકંડોરણામાં પણ ગત રાત્રે ૧૦ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૩૩ મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઝરમર વરસાદ ચાલુ રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ સમગ્ર રાજ્યમાં વરસાદે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અંબિકા વિસ્તારમાં ૨૪ ઇંચ અને ડોલવણમાં ૧૬.૭૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. વસોમાં ૧૬.૩૮ ઇંચ, ઉમરપાડામાં ૧૪.૬૯ ઇંચ, નડિયાદમાં ૧૩.૪૩ ઇંચ, નેત્રંગમાં ૧૩.૦૩ ઇંચ, ધરમપુરમાં ૧૧.૦૨ ઇંચ, વઘઈમાં ૧૦.૯૪ ઇંચ, માંગરોળમાં ૧૦.૭૧ ઇંચ અને આણંદમાં ૧૦.૬૭ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશન અને અન્ય ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા, તેજ પવન અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ સરકારી તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ પરિસ્થિતિનો સમયસર સામનો કરી શકાય.

રાત્રિભર મેઘમહેર: રાજકોટમાં 9 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, શહેરમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર શહેર વરસાદી માહોલમાં તરબોળ બની ગયું છે. આખી રાત ધીમીધારે અને ઝરમર વરસેલા વરસાદથી વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી તથા બફારામાંથી મોટી રાહત મળી છે. સતત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, કેટલાક માર્ગો અને સોસાયટીઓમાં હળવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો નિકાલ ધીમો રહેતાં કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને સાવચેતીપૂર્વક પસાર થવું પડ્યું હતું.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવતાં વહેલી સવારથી જ શહેરના મુખ્ય માર્ગો સામાન્ય દિવસોની સરખામણીએ સુમસામ જોવા મળ્યા હતા. માત્ર જરૂરી કામ માટે જ લોકો બહાર નીકળ્યા હતા, જ્યારે નોકરીયાતો અને વેપારીઓએ પણ સાવચેતી રાખી હતી.
વરસાદનો રાઉન્ડ યથાવત રહેવાની શક્યતા વચ્ચે મનપા અને જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઠંડક વચ્ચે રાજકોટવાસીઓએ ચોમાસાની મનમોહક સોડમનો આનંદ માણ્યો, જોકે ભારે વરસાદની શક્યતાને પગલે સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

ધ્રોલમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરમાં દોઢ, જાલીયા દેવાણીમાં પોણા બે ઇંચ વરસાદ

ધ્રોલ તાલુકામાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સત્તાવાર આંકડા મુજબ, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના 14 કલાકમાં ધ્રોલ શહેરમાં 37 મીમી (આશરે દોઢ ઇંચ) વરસાદ નોંધાયો હતો. તાલુકાના જાલીયા દેવાણી ગામમાં સૌથી વધુ 40 મીમી (આશરે પોણા બે ઇંચ) વરસાદ વરસ્યો હતો. ઉપરાંત લતીપરમાં 16 મીમી અને લૈયારા ગામમાં 8 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, જિલ્લામાં મેઘમહેરથી જનજીવન તરબતર

મોરબી જિલ્લામાં શનિવારે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે સવારે શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહ્યો હતો. સવારે ૮ વાગ્યા સુધીના આંકડા મુજબ મોરબી તાલુકામાં કુલ ૮૫ મીમી (સાડા ત્રણ ઇંચ), ટંકારામાં ૪૬ મીમી (પોણા બે ઇંચ), વાંકાનેરમાં ૪૧ મીમી (દોઢ ઇંચથી વધુ), હળવદમાં ૩૬ મીમી (સવા ઇંચથી વધુ) અને માળિયામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ હજુ પણ ચાલુ રહેતા તંત્ર એલર્ટ પર રહ્યું છે.

પૂર્વ કચ્છમાં એકથી દોઢ ઇંચ વરસાદ, અન્યત્ર ઝાપટાંથી રાહત

સખત ગરમી અને બફારા બાદ પૂર્વ કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ભુજ સહિત પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં ઝાપટાં અને ઝરમર વરસાદથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ચોમાસું મોડું શરૂ થતાં ખેડૂતો અને લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ બાદ હવે બીજા રાઉન્ડમાં મેઘરાજા વધુ મહેરબાન બનશે તેવી આશા વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે.

ઓગસ્ટમાં ચોમાસું નબળું પડશે, અલનીનો બનશે વિલન

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ઓગસ્ટ દરમિયાન દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય મધ્યમ તીવ્રતાના અલનીનોની અસરથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું પડવાની શક્યતા છે. ઓગસ્ટમાં સામાન્યના આશરે 94 ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે તાપમાન સામાન્યથી વધુ રહેવાની પણ સંભાવના છે. સપ્ટેમ્બરમાં અલનીનો વધુ મજબૂત બનતા તેની અસર ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે. જોકે પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાઈપોલ (IOD) વિકસે તો અલનીનોની અસર થોડી હળવી બની શકે છે.

જુન કરતાં જુલાઈમાં 15 ગણો વધુ વરસાદ: ગુજરાતમાં સિઝનનો વરસાદ 65 ટકાને પાર

ગુજરાતમાં જુલાઈ મહિનામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિમાં મોટો સુધારો થયો છે. રાજ્ય સરકારના આંકડા મુજબ જુનમાં માત્ર 35.21 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જુલાઈમાં 553.35 મીમી વરસાદ વરસતા એક જ મહિનામાં જુન કરતાં અંદાજે 15 ગણો વધુ વરસાદ નોંધાયો છે. જુલાઈ દરમિયાન પડેલા સાર્વત્રિક વરસાદના બે મોટા રાઉન્ડથી રાજ્યમાં ખેતી અને પીવાના પાણી અંગેની ચિંતા ઘણી હળવી બની છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 588.56 મીમી નોંધાયો છે, જે સરેરાશ સિઝનલ વરસાદના 64.76 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા આ ઝોનમાં સિઝનનો વરસાદ 91.35 ટકા સુધી પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા અને કચ્છમાં 20.67 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે અગાઉ અલ-નીનોની અસરને કારણે ચોમાસું અસ્થિર રહેવાની આગાહી કરી હતી. જોકે જુલાઈના બે મજબૂત વરસાદી રાઉન્ડે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદ પર સૌની નજર છે, કારણ કે ઓગસ્ટ દરમિયાન ચોમાસું નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા

ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત
ગુજરાત

જેતપુરમાં રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત

Editor By Editor 2 days ago
ચૂંટણી પૂર્ણ! નગરજનો પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાહિમામ
વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા
ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા
 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?