- સુરતના લીંબાયત સુભાષનગરનો બનાવ
- ફક્ત 22 દિવસના શુભમ નાયકનું મોત
- તબીબે 22 દિવસના બાળકને મૃત જાહેર કર્યો
સુરતમાં એક માસુમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. સામાન્ય શરદી, ખાંસી અને ઉલટી થતાં એક માસુમ બાળકનું મોત થયું છે. આ માસુમ બાળક ફક્ત 22 દિવસનું હતું. જેને સારવાર અર્થે લિંબાયત આયોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. માસુમ 22 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ,
સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસુમ બાળકનું મોત થયું છે. આ માસુમ 22 દિવસના બાળકનું નામ શુભમ હતું. શુભમને ફક્ત સામાન્ય શરદી, ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી. પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો પણ બાળકને બચાવી શકાયો ન હતો.
સારવાર દરમિયાન બાળકનું મોત
સુરતમાં લિંબાયતમાં રહેતાં માસુમ બાળક શુભમને શરદી, ખાંસી અને ઉલ્ટી થતા તેની તબિયત લથડી હતી. જેથી પરિવારના સભ્યો 22 દિવસના માસુમ બાળક શુભમને સારવાર અર્થે સુરતના લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈને ગયાં હતા. જ્યાં હાજર તબીબે પ્રાથમિક તપાસ આદરી હતી. જે તપાસ બાદ ત્યાં હાજર તબીબોએ આ માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ ફાટી પડવાની ઘટનાથી પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
સુરતમાં અગાઉ આવો જ કિસ્સો બન્યો હતો
તાજેતરમાં જ સુરતમાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં એક 31 વર્ષીય મહિલાને સામાન્ય શરદી અને ખાંસી થતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે તે મહિલાને H3N2 ના લક્ષણો જણાયા હતા.


