- મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીથી ટ્રેન વ્યવહાર પર અસર
- 4 નવેમ્બરે જેસલમેર-બાંદ્રા ટર્મિ.ને રી-શિડયૂલ કરાઈ, જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે
- મહેસાણા-પાલનપુર સેક્શનમાં બ્લોકને પગલે કેટલીક ટ્રેનો પર અસર
પિૃમ રેલવેના મુંબઈના ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પગલે એક મેગા બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે. 26 ઓક્ટો.થી 7 નવેમ્બર દરમિયાન 15 ટ્રેનો રદ, 24 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને 1 ટ્રેનને રિશેડયૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. 4 નવેમ્બરની જેસલમેર-બાંદ્રા ટર્મિ.ને રિશેડયૂલ કરાતા જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે.
રેલવે દ્વારા રદ કરાયેલી 15 ટ્રેનોમાં 3 નવેમ્બરની ટ્રેન બાન્દ્રા ટર્મિ.-બીકાનેર, બાન્દ્રા ટર્મિ.-બાડમેર, બાન્દ્રા ટર્મિ.-ભુજ, બાંદ્રા ટર્મિ.-ભગત કી કોઠી અને બાંદ્રા ટર્મિ.-મહુવા જ્યારે 4 નવેમ્બરે બાંદ્રા ટર્મિ.-જામનગર, ભુજ-બાંદ્રા ટર્મિ.,દિલ્હી સ. રોહિ.-બાંદ્રા ટર્મિ., મહુવા-બાંદ્રા ટર્મિ., ભુજ-બાંદ્રા ટર્મિ., ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિ., બાડમેર-બાંદ્રા ટર્મિ. અને 5 નવે.એ બાંદ્રા ટર્મિ.-દિલ્હી સરાય રોહિલા, બાંદ્રા ટર્મિ.-ભુજ અને જામનગર-બાંદ્રા ટર્મિ.ને રદ કરાઈ છે. આ સાથે 25 ઓક્ટો.થી 7 નવે. વચ્ચે વિવિધ ટ્રેનોને બોરિવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી અને વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. આ સાથે 28 અને 29 ઓક્ટો.ની 12901/02 દાદર-અમદાવાદને વલસાડથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાતાં દાદર-વલસાડ વચ્ચે આંશિક રદ કરાઈ છે. આ વચ્ચે 4 નવે.ની જેસલમેર-બાન્દ્રા ટર્મિ.ને રિશેડયૂલ કરાતાં જેસલમેરથી આ ટ્રેન સમયથી 6 કલાક મોડી ઉપડશે.
મહેસાણા-પાલનપુર સેક્શનમાં બ્લોકને પગલે કેટલીક ટ્રેનો પર અસર
મહેસાણા-પાલનપુર સેક્શનમાં બ્લોકને પગલે 25થી 27 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પે.ને રદ કરાઈ છે. આ સાથે 25 અને 26 ઓક્ટો.ની સાબરમતી-જોધપુર એક્સ.ને પરિવર્તિત માર્ગથી દોડાવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે 26 ઓક્ટો.ની જોધપુર-સાબરમતી એક્સ.ને આબુ રોડ શોર્ટ ટર્મિનેટ કરાઈ છે અને 27 ઓક્ટો.એ સાબરમતી-જોધપુર એક્સ. સાબરમતી અને આબુ રોડ વચ્ચે રદ રહેશે.