હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે આપી ભરતી માટે લીલીઝંડી, ટૂંક સમયમાં આવી રહ્યો છે ભરતી મેળો
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવવાની ઇચ્છા રાખીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરતા યુવાનો માટે અંતે સુવર્ણ દરવાજા ખુલ્યા છે. હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે ૪૭૨ પીએસઆઇ અને અન્ય હથિયારી તથા બીનહથિયારી ૧૨ હજાર કોન્સ્ટેબલની ભરતી માટે લીલીઝંડી આપી છે. ટૂંક સમયમાં જ ગૃહ મંત્રાલય દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવશે. આ સાથે ભરતી અંગેના નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવામા આવ્યા છે. ભરતીના નવા નિયમો પણ જાહેર કરવામા આવ્યા છે. શારીરિક અને લેખિત આ બન્ને ટેસ્ટ માટેના નવા નિયમો એટલા માટે વહેલા જાહેર કરી દેવામા આવ્યા છે કે ઉમેદવારોને અત્યારથી જ એ મુજબ તૈયાર કરવાની ખબર પડે.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂટતા મહેકમ અને નવી ભરતી અંગે ગૃહ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કરવામા આવ્યુ હતુ. હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે તમામ પ્રકારની માહિતી આપવા સરકારને આદેશ કર્યો હતો. વર્ષ ૨૦૨3ની સ્થિતિ મુજબ ભરતી અંગેનો આ આદેશ હતો.
હાઇકોર્ટે સરકારને પુછયુ હતુ કે, કેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની તાતી આવશ્યકતા જણાય છે? જેની સામે સરકારે વર્ગ-૨થી લઇને વર્ગ-3 સહિત અલગ અલગ કેટેગરીવાઇઝ ખાલી જગ્યાનો વિગતો હાઇકોર્ટને આપી હતી. જેના આધારે ગુજરાત હાઇકોટે પોલીસ ભરતી અંગે સુઓમોટો લીધો હતો.
ગુજરાત સરકારે હાઇકોર્ટને જે માહિતી આપી છે તેમા જણાવ્યુ હતુ કે, ગત એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કરાયો હતો કે, રાજ્ય પોલીસ વિભાગમાં ૨૧.3 ટકા જગ્યા ખાલી છે. ૨૭ હજારથી વધુ જગ્યા ખાલી હોવાનો રિપોર્ટ સરકારે હાઇકોર્ટને આપ્યો હતો. દરમિયાન ૨૦૨3માં યોજાયેલા પોલીસ એકેડેમીના એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ૨૦૨૪ના પ્રાંરભે પોલીસ ભરતી થશે તેવી જાહેરાત પણ કરી હતી. આજે સરકારે સતાવાર જાહેરાત કરી છે કે, ૪૭૨ પીએસઆઇ ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં બીજા ૧૨ હજાર પોલીસ કર્મચારીઓની ભરતીની જાહેરાત કરવામા આવી છે.
રાજ્ય પોલીસ દળ વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતી
કેટેગરી – ભરતીની જગ્યા
બિન હથિયારી કોન્સ્ટેબલ – ૬૬૦૦
હથિયારી કોન્સ્ટેબલ – 33૦૨
હથિયારી કોન્સ્ટેબલ(SRPF) – ૧૦૦૦
જેલ સિપાઇ(પુરુષ) – ૧૦૧3
જેલ સિપાઇ(મહિલા) – ૮૫
કુલ – ૧૨,૦૦૦
PSI માટે સીધી ભરતીની પરીક્ષા નિયમોમાં ફેરફાર
-
માત્રે બે તબક્કામાં જ લેવાશે :
શારીરિક કસોટી, પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષ એમ ત્રણ તબક્કામાં લેવામા આવતી હતી જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે જ તબક્કામાં લેવાશે
-
દોડના ગુણ રહેશે નહીં :
પહેલા શારીરિક કસોટી લેવામા આવતી હતી. જેમા દોડતા ગુણ આપવામા આવતા હતા. હવે દોડના કોઇ ગુણ રહેશે નહીં, માત્ર નિયત સમયમાં દોડ પુરી કરવાની રહેશે.
-
શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ લેવાશે :
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામા આવતુ હતુ. જે રદ કરવામા આવે છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામા આવશે. શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે. તેના કોઇ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની મેઇન પરીક્ષામાં ભાગ લઇ શકશે.
-
એમ.સી.ક્યુ. ટેસ્ટમાં ધરખમ ફેરફાર :
પહેલા શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(એમસીક્યુ ટેસ્ટ) લેવામા આવતી હતી. અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉર્તિણ થયેલા ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામા બેસવા દેવામા આવતા હતા. અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-3(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪(લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ ૪૦૦ ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી. હવે કુલ 3૦૦ ગુણની પરીક્ષા લેવામા આવશે. જેમા બે પેપર રહેશે. પેપર-૧(જનરલ સ્ટડીઝ(એમસીક્યુ) ત્રણ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(ગુજરાતી અને અંગ્રેજી ભાષા સ્કીલ ડિસ્ક્રીપ્ટીવ) ત્રણ કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.
આ મુજબ રહેશે પેપર
- પેપર-૧ પાર્ટ-એ(૧૦૦ ગુણ) અને પાર્ટ-બી(૧૦૦) ગુણ એમ બે ભાગમાં રહેશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામા ઓછા ૪૦ ગુણ લેવાના ફરજિયાત રહેશે.
- પેપર-૨ પણ પાર્ટ-એ(૭૦ ગુણ) અને પાર્ટ-બી(3૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે. આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ગુણ લેવાના રહેશે.
- પેપર-૧ના દરેક ભાગમાં ઓછામા ઓછા ૪૦ ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામા આવશે.
કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે
પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.
આ મુજબ રહેશે પેપર, આ મુજબ રહેશે માર્ક્સ
* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(A)
વિષય – માકર્સ
Reasoning and Data Interpretation – ૫૦
Quantitative Aptitude – પ૦
* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(B)
વિષય – માકર્સ
Constitution of Bharat and Public Administration – ૨૫
History, Geography, Cultural – ૨૫
Current Affairs & General Knowledge – ૨૫
Environment, Science & Tech and Economics – ૨૫
* પેપર ૧ : GUJRATI & ENGLISH LANGUAGEW SKILL DESCRIPTIVE(પાર્ટ-એ અને બી)
વિષય – માકર્સ
Essay(3પ૦ Words) – 3૦
Precis Writing – ૧૦
Comprehension – ૧૦
Report writing – ૧૦
Letter Writing – ૧૦
Precis Writing – ૧૦
Comprehension – ૧૦
Translation (From Gujrati to English) – ૧૦
Total – ૧૦૦


