- ખાડામાં હજી અનેક શ્રમિકો ફસાયા હોવાની આશંકા
- પોલીસ, મામલતદાર, ડોક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- અંદર ફસાયેલલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાના દુ:ખદ ઘટના બની છે. જેમાં પુરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરના કારણે 3 ના મોત થયા છે જ્યારે કેટલાંક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ખાડાની અંદર મજૂરો ઉતર્યાં હતા એ સમયે અંદર ગેસ થતાં મજૂરો ગુંગળામણમાં ફસાયા છે. કોલસાની ખાણમાં ગેસ ગળતરની ઘટના બની છે.
કેવી રીતે બની દુર્ઘટના
આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મુળીના દેવપર ગામની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જિલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. આ દરમિયાન ખાડામાં હજુ અનેક ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ હાલમાં ગેસ ગળતરથી 3 ના મોત, 3 ની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે.
આ ઘટનામાં જિલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં રાજસ્થાનના કુલ ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. અને હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ અંદર કેટલા ફસાયા એને બાહર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ, મામલતદાર, ડોક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર અને પોલીસની ટીમ દ્વારા અંદર ફસાયેલલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલમાં મૃતક તમામ ત્રણેય મજૂરોના મૃતદેહો પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.


