- દસાડાના બુબવાણામાં દુર્ઘટના બની
- ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા દુર્ઘટના
- અન્ય 5 શ્રમિકો પણ ગંભીર રીતે દાઝ્યા
સુરેન્દ્રનગરમાં વીજ કરન્ટથી 3ના મોત થયા છે. જેમાં દસાડાના બુબવાણામાં દુર્ઘટના બની છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા દુર્ઘટના સર્જાઇ છે. તેમજ અન્ય 5 શ્રમિકો પણ ગંભીર રીતે દાઝ્યા છે. બુબવાણામાં PGVCLની બેદરકારી સામે આવી છે. જેમાં હાઈ ટેન્શન લાઈનના તાર નીચે હોવાથી દુર્ઘટના સર્જાઇ છે.
દસાડાના બુબવાણા પાસે વીજ વાયર કાળ બન્યો
દસાડાના બુબવાણા પાસે વીજ વાયર કાળ બન્યો છે. જેમાં સીમ વિસ્તારમાં નમી ગયેલ વીજ વાયર ટ્રેક્ટરને અડકતા 9 ખેતમજૂરને વીજ કરંટ લાગ્યો છે. બે મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ બાકીના લોકોને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા છે. પરપ્રાંતિય શ્રમિક ખેત મજૂરી અર્થે આવ્યા હતા. તેમાં બેદરકારીએ ફરી દુર્ઘટના સર્જાઇ છે. ઘટનાની જાણ થતા દસાડા પોલીસ તથા અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી ખસેડવામાં આવ્યા છે. તથા ઘટનાની જાણ થતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે.


