દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો છે જેમાંથી એક કિશોરનું મોત થઈ ગયું છે. બાકીના બે કિશોરની શોધખોળ ચાલુ છે.
રેસ્ક્યુ ઓપરેશન શરૂ
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દમણ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તળાવમાં 7 કિશોર ન્હાવા પડ્યા હતા
મળેલી માહિતી મુજબ તળાવમાં 7 કિશોર ન્હાવા પડ્યા હતા જેમાંથી 3 કિશોર ડુબ્યા હતા અને 1નું મોત થયું છે. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી. ઘટના સ્થળે મોટુ ટોળુ એકત્ર થઇ ગયું હતું.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


