- કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત
- અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર
- બાટવાના પાજોદ ગામ પાસે બની ઘટના
રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા રફતારનો કહેર અટકી રહ્યો નથી. તાજેતરમાં અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના ઘટની હતી, તે પછી મહેસાણામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી અને હવે જૂનાગઢમાં હીટ એન્ડ રનની ઘટના બની છે.
કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો
જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત થયા છે. જેમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો છે. અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો છે. બાટવાના પાજોદ ગામ પાસે આ ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.
3 યુવકોના મોતથી પંથક શોકમગ્ન બન્યો
3 યુવકોના મોતથી પંથક શોકમગ્ન બન્યો છે. તેમજ પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. અગાઉ જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ફિલ્મી વળાંક આવ્યો હતો. કારચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું. જે મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલસી તપાસમાં સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતુ. આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.


