- માળી સમાજ થરાદ આયોજિત 17 માં સમૂહ લગ્ન સમારોહ
- વિવિધ સમાજના લોકોએ મોટી સંખ્યામાં સમૂહલગ્નમાં હાજરી આપી
- સંતાનોના લગ્ન સલામત સમાજ સ્નેહ અને પ્રેમબીજ સમાજમાં જ રોપાય
થરાદ ખાતે સમાજના પ્રેરણાદાયી અને પથદર્શક એવા સ્વ ગોરધનજી માળી ડીસા અને સ્વ જેરૂપજી માળી દિયોદરના આશીર્વાદથી સમસ્ત માળી સમાજ થરાદ આયોજિત 17 માં સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમરતભાઈ માળી થરાદ , સુરેશભાઈ તલાટી ડીસા સહિત સમિતિના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું માળી સમાજના એકત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા જેમાં ભકતશ્રી છોગારામજી મહારાજ, પરમ પૂજ્ય દિનદયાળજી મહારાજ, ચંદનગીરી મહારાજ અને રાજારામ મહારાજ ઉપસ્થિત રહીને તમામ યુગલોને આશિવર્ચન આપ્યા હતા. નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા જેમાં આ સમૂહ લગ્નમાં દરેક દીકરીને ભેટરૂપે માળી સમાજના ભામાશાઓ અને લગ્ન સમિતિ દ્વારા ખોબલે ખોબલે ભેટો આપવામાં આવી હતી તેમજ થરાદ ખાતે સતત સતર વર્ષથી સમૂહલગ્ન સમારોહ યોજાઈ રહો છે અને સફ્ળતાપૂર્વક સમિતિના સભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમૂહ લગ્ન સમારોહ માં ભોજન ના દાતા પરમાર પરિવાર ભાભર રહ્યું હતું જેમાં પ્રવિણભાઈ પથુભાઈ માળી ભોજન વ્યવસ્થા સંભાળી હતી તેમજ આ પ્રસંગે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા દરેક દીકરીને ચાંદીનો એક એક સિક્કો ભેટ આપ્યો હતો અને તે ભેટ આપવા માટે નાના ભાઈ પરબતભાઈ અને હેમજીભાઈ , એપીએમસી ચેરમેન શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનિલભાઈ માળી,ડી ડી રાજપૂત,પ્રવિણભાઇ માળી, મગનલાલ માળી, લક્ષ્મણભાઈ માળી, દાનાભાઈ માળી,વશરામજી માળી ઉપસ્થિત રહ્યા હતા.
દીકરીઓને 85 પ્રકારની વિવિધ ભેટો અપાઈ
દરેક દીકરીને દાતાઓ અને સમિતિ દ્વારા ભેટો મળી જેમાં સોનાનું મંગળસૂત્ર, નાકની ચુક, પેન્ડલ તેમજ પાયલ,પંલગ, તિજોરી ,પીતળ, કાંસા,સ્ટીલના વાસણો સહિત અઢી લાખની 85 પ્રકારની ભેટો દરેક દીકરીને આપવામાં આવી.


