- શાંતિપૂર્ણ યોજાયેલ પરીક્ષામાં 2422 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા
- પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ, 24 સેન્ટરો પર પરીક્ષાનું આયોજન
- 24 સેન્ટરો પરના 234 રૂમોમાં કુલ 5605 પરીક્ષાર્થીઓ માટે આયોજન કરાયુ હતુ
ખેડા જિલ્લામાં રવિવારે જીપીએસસી દ્વારા પિલીમનરી પરીક્ષાનું 24 સેન્ટરમાં કુલ 5605 પરીક્ષાર્થીઓ નોધાયેલા હતા. જે પૈકી 3183 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે પેપર સરળ હોવાનુ પરીક્ષાર્થીઓએ જણાવ્યુ હતુ. આ અંગે મળેલ માહિતી મુજબ, રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતુ.જેને પગલે ખેડા જિલ્લામાં આ પરીક્ષા યોજાઈ હતી. જિલ્લામાં 24 સેન્ટરો પરના 234 રૂમોમાં કુલ 5605 પરીક્ષાર્થીઓ માટે આયોજન કરાયુ હતુ. જેમાં રવિવારે યોજાયેલ પરીક્ષામાં નોધાયેલા 5695ઉમેદવારોની સામે 3183 ઉમેદવારો પરીક્ષાના સ્થળે હાજર રહીને પરીક્ષા આપી હતી.જયારે 2422 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહયા હતા. રવિવારે યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ હોવાનુ પરીક્ષા કેન્દ્રની બહાર આવતા પરીક્ષાર્થીઓએ જણાવ્યુ હતુ. પરીક્ષાને લઈને પરીક્ષા સેન્ટરોની બહાર સવારથી પરીક્ષાર્થી અને તેમના પરીવારજનો આવી ગયા હતા.પરીક્ષાના સમય અગાઉ નિયત કરાયેલ સમયે સેન્ટરની અંદર પ્રવેશ આપવાનુ શરૂ કરાયુ હતુ. જો કે, પરીક્ષાને લઈને વહીવટી તંત્રે જરૂરી જાહેરનામું પણ બહાર પાડયું હતું.પરીક્ષા સેન્ટરો પણ પુરતો પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઈ હતી.જેને પગલે જીલ્લાભરમાં રવિવારની પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેને પગલે તંત્રના જવાબદારોએ રાહત અનુભવી હતી.
પરીક્ષામાં 43.21 ટકા ઉમેદવારો ગેરહાજર : 56.78 ટકા હાજર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રવિવારે આયોજીત પરીક્ષામાં જીલ્લામાં 24 સેન્ટરો પર કુલ 5605 ઉમેદવારોની સામે 3183 પરીક્ષાર્થી હાજર રહયા હતા.અને 2422 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.