- ટ્રાફિક, રસ્તા પર દબાણ મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનમાં HCનું આકરું વલણ
- ‘ચીફ જસ્ટિસના બંગલા સામે જ ગેરકાયદે પાર્કિંગ, પોલીસ શું કરે છે’
- શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા બહુ જ ગંભીર અને વિકટ બની છે
રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફ્કિ સહિતની સમસ્યાઓના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટે શહેરમાં વકરી રહેલી ટ્રાફ્કિની બહુ જટિલ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ અને જાહેર રસ્તા-ફૂટપાથ પર દબાણોની સ્થિતિ અંગે કોર્ટની ખંડપીઠે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. ખંડપીઠે પોલીસ અને અમ્યુકો સત્તાવાળાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, ગમે તે થાય પણ શહેરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા સહિતની બાબતે હાઇકોર્ટે અગાઉ જારી કેરેલા ચુકાદાઓનું પાલન તો કરવું પડશે, તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે. હાઇકોર્ટે એક તબક્કે માર્મિક ટકોર સાથે વેધક સવાલ કર્યો હતો કે, ચીફ્ જસ્ટિસના બંગલાની સામે જ ગેરકાયદે પાર્કિંગ હોય છે..પણ પોલીસ શું કરે છે..?
અરજદારપક્ષ તરફ્થી એડવોકેટ અમિત પંચાલે અદાલતને જણાવ્યું કે, શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા બહુ જ ગંભીર અને વિકટ બની છે, રોજેરોજ કોઇક ને કોઇક વિસ્તારમાં અકસ્માતો અને જાનહાનિ કે ઇજાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. શહેરના વિવિધ માર્ગો અને ફ્ટુપાથો પર પાથરણવાળા, ફેરિયાઓ, લારી-ગલ્લાવાળાના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે અને તેના લીધે વાહનોની અવરજવર માટે પૂરતી મોકળાશ કે જગ્યા ઉપલબ્ધ થતી નથી. તો, રસ્તાઓ પર આડેધડ પાર્કિંગની સમસ્યા પણ વકરી છે. હાઇકોર્ટ વાંરવાર હુકમો કરે છે અને નિર્દેશો કરે છેપરંતુ જમીની હકીકત પર તેનું કોઇ જ પાલન થતુ નથી, છેવટે તેનો ભોગ નાગરિકો બની રહ્યા છે. આ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પિટિશન છે અને તેથી હાઇકોર્ટે સત્તાવાળાઓને યોગ્ય હુકમ કરવો જોઇએ. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં મુકરર કરી હતી.


