- કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
- દુધઈ નજીક 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- દુધઈથી 29 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
આજે પૂર્વ કચ્છના દુધઈ નજીક 4.1 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. સાંજના 7:52 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. તેવામાં આજે પૂર્વ કચ્છના દુધઈ નજીક 4.1 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો. દુધઈથી 29 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાંજના 7:52 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હોવાની જાણકારી મળી છે.