- વાયુ પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટ સામે પગલાં
- પૂર્વ ઝોનમાં 25, દક્ષિણ ઝોનમાં 6, ઉત્તર- પિૃમ, ઉત્તર અને પિૃમ ઝોનમાં 3-3 સાઈટ સીલ કરાઈ
- વાયુ પ્રદુષણ ઉપરાંત સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થાય
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર રેતી, સિમેન્ટ, ડસ્ટ, વગેરે ઉડવાને કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે લીલા પડદા- ગ્રીન નેટ નહીં લગાવનાર 41 બાંધકામ સાઈટને ‘સીલ’ કરવામાં આવી છે. AMC દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી છે. શહેરના ઉત્તર- પિૃમ ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 6, પિૃમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 3 અને દક્ષિણ- પિૃમ ઝોનમાં 1 બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં AMC દ્વારા ઝુંબેશના ભાગરૂપે અન્ય બાંધકામ સાઈટોને પણ ચેક કરી અને કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, AMC કમિશનર એમ. થેન્નારસનને તાજેતરમાં લીધેલા રાઉન્ડ દરમિયાન બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ નહીં જોવા મળતાં રીવ્યુ મીટિંગમાં એસ્ટેટ- ટીડીઓ અધિકારીઓનો ઉધડો લેવાને પગલે એસ્ટેટ- ટીડીઓ અધિકારીઓ સફાળા જાગ્યા હતા ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈટને સીલ કરી હતી. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બાંધકામ સાઈટો પર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ, સેફ્ટી નેટ બેરીકેટિંગ કરવામાં આવતું નથી. વાયુ પ્રદુષણ ઉપરાંત સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે. બાંધકામ સાઈટોની ધૂળો અને રજકણો ઉડવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે અને લોકો રોગોનો શિકાર બને છે.