- બીએસઈ ખાતે 50થી વધુ સ્મોલ-કેપ્સે સપ્તાહમાં 10 ટકાથી વધુ રિટર્ન આપ્યું
- નિફ્ટી રિઅલ્ટી ઇન્ડેક્સ 4.3 ટકા અને ઓટો ઇન્ડેક્સ 2.8 ટકા સુધર્યો
- નિફ્ટી 97.5 ટકા ઊછળી 19,751 પર બંધ રહ્યો
શેરબજારમાં વિતેલું સપ્તાહ બે બાજુની વધ-ઘટ સાથે સાધારણ પોઝિટિવ જોવા મળ્યું હતું. જોકે, સ્મોલ-કેપ્સમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો અને 50થી વધુ કાઉન્ટર્સે 10 ટકાથી લઈ 41 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે સપ્તાહના પાંચમાંથી ચાર સત્ર દરમિયાન માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી.
સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ 0.43 ટકા અથવા 287.11 પોઇન્ટ્સ ઊછળી સુધરી 66,282.74 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 97.5 ટકા ઊછળી 19,751 પર બંધ રહ્યો હતો. બ્રોડર સૂચકાંકોમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવમાં રિઅલ્ટી ઇન્ડેક્સ 4.3 ટકા ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.8 ટકા જેટલો ઊછળ્યો હતો. એફ્એમસીજી ઇન્ડેક્સ પણ 2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. મીડિયા એક્સ્ચેન્જ 1.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
બીજી બાજુ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.2 ટકા અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. વિદેશી રોકાણકારો તરફથી વેચવાલીનું પ્રમાણ થોડું ઘટયું હતું. સપ્તાહ દરમિયાન તેમણે રૂ. 2,200 કરોડની વેચવાલી દર્શાવી હતી. જોકે, સામે સ્થાનિક ફ્ંડ્સ તરફથી રૂ. 3,938 કરોડની ખરીદી નીકળી હતી. સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં કેટલાંક પીએસયુ કાઉન્ટર્સ સુધરવામાં ટોચ પર હતાં. જેમાં આઈટીઆઈ અને એમેમટીસી મુખ્ય હતાં.