- અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન
- 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ
- શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતભરના લોકો મોટી સંખ્યામાં પહોંચે તે હેતુસર બનાસકાંઠાના વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન કરાયું છે. જે રથો ઉત્તર સહીત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી માઇભક્તોને પરિક્રમાં મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવશે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે પ્રચાર પ્રસારના હેતુથી બનાવાયેલા 5 રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જઈ લોકોને મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપશે. આજે પાલનપુર ખાતેથી જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલએ તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યુ છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે ” અંબાજી-ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તા.12 થી 16/2/2024 ના રોજ ઉજવાશે. જેમાં શ્રધ્ધાળુઓ 2.5કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં માઁ જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોને નિહાળવા પરિવાર સહિત પધારવા આજથી પાંચ રથઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માઈ ભક્તોને ગબ્બર પર આવવા આમંત્રણ પાઠવશે. 5 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, 1 આનંદગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર અને શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી, જિ.બનાસકાંઠા આપ સર્વે ભાવિક ભક્તોને પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. ઉલ્લેખનીય છેકે 51 શક્તિપીઠમા માઁનું ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેમ કે, પશ્વિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, આસામ, તમીલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાંચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે.


