- બાળકોને પોલીસ વિભાગની કામગીરીથી રૂબરૂ કરાવાયા
- બાળકોએ પોલીસના હથિયાર, ટેક્નોલોજી અને ડોગ સ્કોડ સહિતની શાખાઓનું જ્ઞાન મેળવ્યું
- આ સાથે બાળકોને ગુડટચ અને બેડટચની માહિતી પણ આપવામાં આવી હતી
મહેસાણા તાલુકાના મગુના ગામની પ્રાથમિક શાળા ધોરણ-6,7 અને 8માં અભ્યાસ કરતા કુલ 65 વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકોએ મહેસાણા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરસની મુલાકાત કરી હતી. જેમાં બાળકોને વિદ્યાર્થી અવસ્થામાં જ પોલીસની કામગીરી અને તેમની વિવિધ શાખાઓનું જ્ઞાન મળે માટે પોલીસ અધિક્ષકની કચેરી અને વિવિધ શાખાઓ જેવીકે એસ.ઓ.જી, મહિલા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એસ.સી.એસ.ટી શાખા, પોલીસ કટ્રોલ રૂમ, નત્રેમ શાખા, ડોગ સ્કોડ શાખા, પોલીસ હેડા ક્વાટર્સ, હથીયાર વિભાગ, અભયમ 181, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર વિગેરેની મુલાકત કરાવવામાં આવી હતી.આ મુલાકત કરતા બાળકોને તમામ શાખાની કામગીરી અંગેની માહિતી અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને ગુડટચ અને બેડટચની માહિતી પણ આપવામાં આવી હતી.


