- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયો મોટો નિર્ણય
- પ્રાથમિક પરીક્ષાઓ વહીવટી કારણસર મોકૂફ
- નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે
GPSC પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી સાત જેટલી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સત્તાવાર પરિપત્ર ઇસ્યુ કરીને જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર 23 માં યોજાનાર સાત જેટલી પરીક્ષાઓ મોકૂફ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રાથમિક પરીક્ષાઓ કેટલાંક વહીવટી કારણસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી. જોકે, આ વહીવટી કારણો શું છે અને કેમ રદ્દ કરવામાં આવી છે તેની જણાવવામાં આવ્યું નથી. સાથે સાથે, નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. જોકે, છેલ્લા કેટલાય સમયથી GPSCની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોને આ નિર્ણયને લીધે ફટકો પડશે તે ચોક્કસ છે.


