- અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ ઉજવણી
- પોલીસ કમિશનર જી.એસ.મલિકે કર્યું ધ્વજારોહણ
- JCP,DCP,ACP,PI સહિતનાં અધિકારીઓ હાજર
આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે.અમદાવાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે,આ ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ,પીએસઆઈ,કોન્સ્ટેબલો હાજર રહ્યાં હતા.
અમદાવાદ પોલીસે સ્વતંત્ર દિવસ ઉજવ્યો
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે શાહીબાગ ખાતેના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધ્વજ વંદન કરીને તમામ લોકો આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.પોલીસ કમિશનર દ્રારા શહેરમાં સુરક્ષા જળવાયા તેને લઈ ચર્ચા પણ કરી હતી,સાથે સાથે આ પર્વની ઉજવણીમાં પોલીસ કમિશનરે કહ્યું ભારત દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે,અને અમદાવાદમાં સાયબરને લગતા કેસોમાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાયા
રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસકર્મીઓને CPના હસ્તે મેડલ એનાયત કરાયા છે,સાથે સાથે શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કરતા તેમને શ્રધ્ધાંજલિ પાઠવી હતી,જીતેન્દ્ર ભાઈ વાજા નામના પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો અને તેઓ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા અને પોતાની રિવોલ્વરથી ગોળી મારી જીવન ટુંકાવ્યું હતુ.વધુમાં તેમણે કહ્યું હતુ કે,સ્વતંત્રતા સેનાનીઓને વંદન,જે જવાનોએ પોતાનું જીવન માતૃભિમુમીને બલિદાન કર્યું તેમને પણ વંદન.
સાયબરક્રાઈમના ગુનાને લઈ પોલીસ પણ સજ્જ
પોલીસ કમિશનરે કહ્યું કે,અમદાવાદ શહેર પોલીસ નાગરિકો માટે સજજ છે સાથે સાથે મહિલાઓ અને બાળકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ સજ્જ છે.સાયબર સુરક્ષાના પડકારોને પહોંચી વળવા પોલીસ કામ કરી રહી છે,મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ગાંજો જપ્ત કરવામાં આવી રહ્યાં છે અને તેવા લોકો સામે ગુના પણ નોંધવામાં આવી રહ્યાં છે.sog સાથે સ્થાનિક પોલીસ પણ આ દૂષણને ડામવા સજ્જ છે.બાલકોની તસ્કરી અટકાવવા પ્રયાસો કરાઈ રહ્યાં છે,બાળકોને ભિક્ષાવૃત્તિ માથી મુક્ત કરી સ્કૂલોમાં અભ્યાસ કરવા મૂકાયા છે.હાલ ટ્રાફિક નિયમોનું પાલન એક પડકાર છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૪ ટકા અકસ્માતો ઘટ્યા છે.