- SITની તપાસમાં મનિષ સોલંકી ડીપ્રેશનમાં હોવાનો ખુલાસો
- મનિષની ડીપ્રેશનની દવાનુ પ્રિસ્ક્રીપ્શન મળ્યું
- મનિષના મનોચિકિત્સક સાથે પોલીસ કરશે વાતચીત
શનિવારે સુરતમાં મનિષ સોલંકીએ પોતાના પરિવારના 6 સભ્યો સાથે આપઘાત કર્યો હતો. આ મુદ્દે પોલીસ દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. જેમાં હવે પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં SIT એ તપાસ દરમિયાન નોંધ્યું કે, મનિષ સોલંકી ડીપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. જેના માટે તેમને મનોચિકિત્સકની પાસે સારવાર પણ લીધી હતી.
સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જેમાં એક સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી હતી. જેના પછી પોલીસ દ્વારા તમામ પહેલું પર તપાસ શરૂ કરી છે. આ દરમિયાન તાંત્રિક વિદ્યાથી લઈ કોઈની પાસેથી પૈસાની લેતીદેતી સંબંધિત તમામ બાબતોની પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં હવે મનીષ મનોચિકિત્સક પાસે સારવાર લેતો હતો તેવું પણ સામે આવ્યું છે.
આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા રચવામાં આવેલી SIT દ્વારા અત્યાર સુધીમાં 18 લોકોના પોલીસે નિવેદન લીધા છે. જેના માટે પોલીસ તમામ બાબતોનું ધ્યાન રાખી રહ્યું છે. જેમાં મનિષની ડીપ્રેશનની દવાંનુ પ્રિસ્ક્રીપ્શન મળ્યું છે. તેમજ પોલીસ હવે મનોચિકિત્સક સાથે વાતચીત કરીને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશે.
જ્યારે SIT ની ટીમે આર્થિક વ્યવહારો અંગે તપાસ શરુ કરી છે. જેમાં મનિષ સોલંકીના આર્થિક વ્યવહારોની તપાસ શરુ કરાઇ છે. મનિષના તમામ બેંક ખાતાની વિગતો મંગાવાઈ છે. મનિષનો ફોન લોક ખોલવા ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો છે. તેમજ પત્નીના રેશ્માના ફોનમાંથી વિશેષ માહિતી મળી નથી. તેમજ મનીષના કારીગરોની પૂછપરછ કરાઈ રહી છે.
આ સાથે જ મનિષના બેંક ખાતાની વિગતો લેવાઇ છે. ચેક સહિતના દસ્તાવેજો કબજે લેવાયા છે. તેમજ મનિષ સાથે નાણાંકીય વ્યવહાર કરનારની તપાસ શરૂ કરાઈ છે. જેમાં SITની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.