- દબાણની શક્યતા ધરાવતા પ્લોટને પ્રાયોરિટી, પાક્કી કમ્પાઉન્ડ વોલ બનાવવી
- કમ્પાઉન્ડ વોલ બનાવવા પ્રાયોરિટી નક્કી કરીને અમલ કરવા સરક્યુલર
- વોલ માટે પ્રાયોરિટી નક્કી કરીને તે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવા તાકીદ કરી
અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ, ખુલ્લી જમીન, અને વિવિધ હેતુઓ માટેની જગ્યા- પ્લોટમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા પછી આવા પ્લોટ અને જમીન પર ફરીથી ગેરકાયદે દબાણો થઈ જતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કરીને ગેરકાયદે દબાણો દૂર કરાયા પછી AMCની માલિકીના પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા સૂચના આપી છે અને તે માટે પ્રાયોરિટી નક્કી કરીને તે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવા તાકીદ કરી છે. AMC દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરીને કબજો મેળવ્યા પછી તાત્કાલિક અસરથી કમ્પાઉન્ડ વોલ બનાવવાની રહેશે અને આ હેતુસર જરૂર મુજબ પ્રિસ્ટ્રેસ/ પ્રિકાસ્ટ/ફેન્સિંગ કરવાની રહેશે. AMC દ્વારા નક્કી કરાયેલી પ્રોયોરિટી મુજબ કામગીરી કરીને તે મુજબના દરવાજા અને તાળા સહિતની કમ્પાઉન્ડ વોલ બનાવની રહેશે. જો ગાર્ડનના હેતુ માટેનો પ્લોટ ખાલી કરાવીને કબજો મેળવ્યો હોય તેવા કિસ્સામાં ગાર્ડન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઈન મુજબ કમ્પાઉન્ડ વોલ બનાવવાની રહેશે.
કમિશનરની માર્ગદર્શિકાના મહત્ત્વના અંશ
- દબાણની શક્યતા ધરાવતા પ્લોટને પ્રથમ પ્રાયોરિટી આપવી. પાક્કી કમ્પાઉન્ડ વોલ બનાવવી.
- નેબર હુડ સેન્ટર, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર, SEWSH, વેચાણનો હેતુ ન હોય તેવા પ્લોટને બીજા ક્રમની અગ્રતા આપીને પાક્કી દીવાલ બનાવવી.
- સેલ ફોર ઈન્ડસ્ટ્રીયલ, સેલ ફોર કોમર્શિયલ, સેલ ફોર રેસી., સ્કુલ અને પ્લે ગ્રાઉન્ડ, વેચાણનો હેતુ ન ધરાવતા અન્ય પ્લોટને ત્રીજા ક્રમે પ્રોયોરિટી આપીને પ્રિસ્ટ્રેસ/ પ્રિકાસ્ટ કમ્પાઉન્ડ વોલ/ફેન્સીંગ કરવી.
- ફક્ત પ્લે ગ્રાઉન્ડ, ઓપન કોમર્શિયલ યુઝના પ્લોટને છેલ્લી અગ્રતા આપીને જરૂર મુજબ ફેન્સિંગ કરવી.