- મોટાભાગના વાહનચાલકો રોંગ સાઈડે જ વાહનો હંકારતા હોય છે
- દોઢેક વર્ષના સમયગાળામાં ચાર મોટા અકસ્માતો સર્જાયા
- તંત્ર પાસે રજૂઆતો કરી હોવા છતાં રજૂઆતો સંભળાતી નથી
બોરસદથી દાવોલ તરફ જવાના રોડ ઉપર ઓલી વઘવાલા સીમમાં રાંગ સાઈડે વાહનો હંકારવાને લઈને છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. દોઢેક વર્ષના સમયગાળામાં ચાર મોટા અકસ્માતો સર્જાયા જેમાં સાત લોકોનાં મોત થયાં છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ થવા પામી છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય સહિત બોરસદના જાગૃતજનો દ્વારા જવાબદાર તંત્ર પાસે નક્કર પગલાં ભરવાની રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્રના બહેરા કાને આ રજૂઆતો સંભળાતી નથી. જેને લઈને આગામી સમયમાં ગોઝારો અકસ્માત સર્જાશે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ બોરસદ શહેરના નાગરિકોને દાવોલ તરફ જવું હોય તો તેમને છેક આણંદ ચોકડીથી સ્ટેટ હાઈવે પર ચઢીને જવું પડે છે, જે રન ચાર કિ.મી. સુધીનો થઈ જાય છે. જ્યારે બોરસદથી જો રોંગ સાઈડે જ જઈ રહ્યાછે. નગરજનોના મોટાભાગના ખેતરો દાવોલ તરફ આવેલા છે. જેથી ખેતીકામ માટે કે પછી દાવોલ તરફ જવા માટે રાંગ સાઈડનો જ ઉપયોગ થઈ રહ્યો છે. વઘવાલા સીમ નજીક સ્કુલ પણ આવેલી છે. જેને લઈને આખો દિવસ આ માર્ગ વાહન વ્યવહારથી ધમધમતો હોય છે તેવા સમય રોંગ સાઈડે વાહનો હંકારવાને કારણે અહીયા છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
દોઢેક વર્ષના સમયગાળામાં ચાર જેટલા મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં સાતનાં મોત થયા છે.જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ થવા પામી છે.
પૂર્વ ધારાસભ્ય દ્વારા અગાઉ આવેદનપત્ર આપીને અહીયા સર્કલ બનાવવાની માગણી કરવામાં આવી હતી તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી ગત 25મી ઓક્ટોબરના રોજ બે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત થયા હતા. જ્યારે બેનાં સારવાર દરમિયાન મોત નીપ જ્યાં હતાં. જેથી પૂર્વ ધારાસભ્ય દ્વારા જો સત્વરે આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. આ ચીમકીની પણ કોઈ જ અસર વર્તાતી નથી.