- નવા પાસપોર્ટ મેળવવા માટે 10 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે
- છેલ્લા બે મહિનાથી પાસપોર્ટ માટે અરજદારોની અરજીઓમાં વધારો થયો
- વિદેશમાં નોકરી-ધંધા તેમજ અભ્યાસ અર્થે જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ
પાટણ શહેરના જિલ્લામાંથી વિદેશમાં નોકરી ધંધા માટે, અભ્યાસ માટે અને હરવા ફરવા જતા લોકોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે પાટણ શહેરની હેડપોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં નવિન પાસપોર્ટ કઢાવવા માટે લોકોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે દિવાળીના તહેવારોને લઈને ધસારામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
ભારતીય નાગરિકોમાં હવે દેશમાં તેમજ વિદેશમાં હરવા ફરવાના શોખમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી વિદેશમાં નોકરી ધંધા માટે તેમજ અભ્યાસ માટે અને હરવા ફરવા માટે ખૂબ જ ધસારો વધી રહ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી નવા પાસપોર્ટ કઢાવવાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તો સરકાર દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોને નજીકમાં જ અને ઝડપથી પાસપોર્ટ મળી જાય તે માટે પાસપોર્ટ ઓફિસ જિલ્લાકક્ષાએ ખોલવામાં આવી છે ત્યારે પાટણ શહેરમાં શરૂ કરવામાં આવી પાસપોર્ટ ઓફિસમાં ઓફિસ શરુ થઈ ત્યારથી જ પાસપોર્ટ કઢાવવા માટે લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો આવી રહ્યા હોઈ લોકોએ આ દિવાળી વેકેશનમાં વિદેશમાં ફરવા જવાના પ્લાનિંગો બનાવેલા હોવાના કરણે નવિન પાસપોર્ટ કઢાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના કારણે પાસપોર્ટ ઓફિસો બહાર લોકોની લાઈનો જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી પાસપોર્ટ માટે અરજદારોની અરજીઓમાં વધારો થયો છે. કચેરી દ્વારા ડોકયુમેન્ટ ચકાસણી અને નવા પાસપોર્ટ માટેની પ્રક્રિયા માટે અરજદારોને શાખામાં આવા માટે એડવાન્સમાં એપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક સપ્તાહ પછી ડોક્યુમેન્ટ ચકાસણી માટે શાખામાં બોલાવવામાં આવે છે.