- પાસવર્ડ ધરાવતી મોપેડમાંથી 3.12 લાખ રોકડની ચોરી
- નાનીવેડ આત્મીય ફાર્મની અંદરનો બનાવ
- સિંગણપોર ડભોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરતમાં પાસવર્ડથી ખુલતી OLA મોપેડમાંથી ચોરી થઇ છે. જેમાં પાસવર્ડ ધરાવતી મોપેડમાંથી રૂપિયા 3.12 લાખ રોકડની ચોરી થઇ છે. શહેરના નાનીવેડ આત્મીય ફાર્મની અંદરનો બનાવ છે. તેમાં સિંગણપોર ડભોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોર પાસવર્ડ ધરાવતી ડિક્કી ખોલી 3.12 લાખની રોકડ રકમ ચોરી ગયા
શહેરમાં પાસવર્ડથી ખુલતી OLA મોપેડમાંથી ચોરી થઇ છે. ચોર પાસવર્ડ ધરાવતી ડિક્કી ખોલી 3.12 લાખની રોકડ રકમ ચોરી ગયા છે. અગાઉ ઉમરા પોલીસને બાતમી મળી હતી કે એક યુવક દારૂ પીવાનો શોખ પૂરો કરવા માટે વાહન ચોરી કરી રહ્યો છે અને આ વાહન ચોરી રેપીડો અથવા ઓલા બાઈક ચાલોકોની મદદથી કરતો હતો. જોકે પોલીસે આરોપીને પકડી પાડી વાહન ચોરીના 5 ગુના સાથે 5 ગાડીઓ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી.
સુરત શહેરમાં સતત વાહન ચોરીની ઘટનાઓ સામે આવી
સુરત શહેરમાં સતત વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. સરળતાથી મળી જતા વાહનો રોકડા ભાવે વેચાઈ જતા હોવાથી વાહન ચોરો વાહનોની ચોરી કરતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી હતી. જેને લઇને સુરત પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા હોય અને વાહન ચોરી કરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ આયોજન કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ભટાર વિસ્તારમાં રહેતો એક યુવાન ચોરીની એકટીવા ગાડી સાથે ફરી રહ્યો છે. જેથી આ માહિતીના આધારે પોલીસે વોચ રાખીને આઈસમને ઝડપી પાડ્યો હતો.
પોતાની પાસે રહેલી ગાડી ચોરીની હોવાની કબુલાત કરી
ઝડપાયેલા ઈસમે પોતાનું નામ પ્રેમ વિનોદભાઇ સનચેતી જણાવ્યું હતું. પોલીસે આ ઈસમની કડકાઈથી પૂછપરછ કરતા પોતાની પાસે રહેલી ગાડી ચોરીની હોવાની કબુલાત કરી હતી. જો કે પોલીસે વધુ કડકાઈ કરતા અત્યાર સુધીમાં પાંચ જેટલી ગાડી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. આ ગાડીઓ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન અલધન પોલીસ સ્ટેશનમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જોકે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરતાં આરોપી દારૂ પીવાનો શોખીન હોવાથી દારૂ પીવાનો શોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર હતી અને પૈસા સરળતાથી મળી રહે એ માટે વાહન ચોરીના રવાડે ચડ્યો હોવાની વિગતો પોલીસ તપાસના સામે આવી હતી. જોકે આરોપી વિરુદ્ધ સુરતમાં ભૂતકાળમાં ખટોદરા પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે. આરોપીની પૂછપરછ કરતા જાણકારી મળી હતી કે, આરોપી પાર્કીંગમા જે વાહનોના સ્ટેયરીંગ લોક ખુલ્લા હોય તેવા વાહનોને ટારગેટ કરી રેપીડો અથવા ઓલા બાઈક સર્વીસને કોલ કરી, બોલાવી મારી ગાડીની ચાવી ખોવાઈ ગયેલ છે. તેમ કહી ચાવી વાળાને ત્યાં સુધી પગથી ધક્કો મારી પહોંચાડી આપો તેમ કહી કુલ પાંચ એક્ટીવા મોપેડની ચોરી કરેલ છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં વધુ વાહન ચોરીના ભેદ ઊકલે તેવી આશંકા ઉમરા પોલીસે વ્યક્ત કરી છે.