- નાસિક-શિરડી-પૂણેની ST બસોનો સાપુતારામાં ખડકલો
- એસટી વિભાગે મુસાફરોની સુરક્ષા માટે લીધો નિર્ણય
- આંદોલનકારીઓ બસને નુકસાન પહોંચાડે એવો ડર
મરાઠા આંદોલનની અસર હવે ગુજરાતની બસ સેવા પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા ઠપ્પ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય થી દરરોજ નાશિક શિરડી પૂણે જતી એસ ટી. બસોનો સાપુતારા બસ સ્ટેન્ડ પર ખડકલો થયો છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છેલ્લા થોડાં દિવસોથી મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરી રહ્યા છે. આ વચ્ચે એસ.ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને બસની સુરક્ષા માટે બસ ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા છે.
આ તરફ સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાત થી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા નજીક અટકાવી દેવામાં આવી છે તો સાથે આગળ આદેશ સુધી બસ આગળ ન ધપાવવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માંથી મહારાષ્ટ્ર માં જતાં મુસાફરો અટવાયા છે.
બસોને પહોંચાડવામાં આવી રહ્યું છે નુકસાન
છેલ્લા થોડાં દિવસોથી મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનને લઈ શરૂ થયેલો વિવાદ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે. જેમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 13 થી 15 બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે.
વિભાગ અનુસાર આંદોલનની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં જોવા મળી રહી છે તેવા 30 ડેપો સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવાની સૂચના આપવામાં આવી છે.