- ખાનગી દવાખાનામાં પણ ભારે ભીડ દર્દીઓની જોવા મળી રહી છે
- સરકારી હોસ્પિટલોમાં રોજે રોજ 400 થી 500 દર્દીઓથી ઉભરાય
- મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાને પગલે રોગચાળામાં વધારો થયો
પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ફીવરના રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેને લઇ સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પાટણ શહેર સહિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં રોજે રોજ 400 થી 500 દર્દીઓથી ઉભરાય છે અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં ખાસ કરીને નાના બાળકો વાયરલ ફીવરની ઝપટમાં વધુ આવવા લાગ્યા છે.
સરકારી હોસ્પિટલો વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ
શહેર સહિત જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલો વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં ખાસ કરીને શરદી, ખાંસી, તાવના દર્દીઓ સતત વધી રહ્યા છે. સમગ્ર પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સવારે ઠંડી બપોરે ગરમી ફરી રાત્રે ઠડું રહેવાને લઈ સીઝનલ તાવ, શરદી, ખાંસી જેવા રોગોએ માથું ઊંચક્યું છે. જેમાં ખાસ કરીને વાયરલ ફીવરના ભરડામાં વધુ આવવા પામ્યા છે. જેમાં પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 3000 હજારથી વધુ કેસ વાયરલ ફીવરના નોંધાવા પામ્યા છે.
ખાનગી દવાખાનામાં પણ ભારે ભીડ દર્દીઓની જોવા મળી રહી છે
શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં વારંવાર પલટો અને સતત ભેજ વાળું રહેવાને લઇ મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાને પગલે રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. જેને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. હાલની સ્થિતિમાં જિલ્લામાં ઘેર ઘેર વાયરલ ફીવરના કેસો જોવા મળી રહ્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજના 400 જેટલા વાયરલ ફીવરના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સાથે ડેંગ્યુના પણ ત્રણ જેટલાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પાટણમાં છેલ્લા એક મહિનામાં વાયરલ ફીવરના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં નાના બાળકોને કપ શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે. જેને લઈ હોસ્પિટલોમાં વધુ ઘસારો બાળકોનો જોવા મળી રહ્યો છે તો ખાનગી દવાખાનામાં પણ ભારે ભીડ દર્દીઓની જોવા મળી રહી છે.