- બેભાન હાલતમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો
- ફરજ પરના ડોકટરોએ હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું
- યુવાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો
જેતપુરમાં હાર્ટ એટેકથી પરપ્રાંતીય મજૂરનું મોત થયુ છે. પરપ્રાંતીય મજૂરને સોડા પીતા સમયે છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઇ ગયો હતો. ત્યારે બેભાન હાલતમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરોએ હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતુ.
પરિવારમાં શોકનો માહોલ છવાયો
જીતેન્દ્ર મંડલ નામના 33 વર્ષીય પરપ્રાંતિય મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાના કારણે ગુજરાતમાં મૃત્યુ થઇ રહ્યાં છે.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને એક મેડિકલ ઈમરજન્સી
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને એક મેડિકલ ઈમરજન્સી છે, જે વ્યક્તિના હાર્ટને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. જો કે, આ બંને સ્થિતિ એકસરખી નથી. હાર્ટ એટેક એટલે કે હ્દયના હુમલાના કારણે હાર્ટમાં બ્લ્ડની સપ્લાઈ અટકી જાય છે, તો વળી હાર્ટ જ્યારે બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે, તો તેવી સ્થિતિને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે. હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ હ્દયની બીમારી છે. જે સર્કુલેશનથી સંબંધ ધરાવે છે. તેમાં હાર્ટ એટેક એટલે હ્દયનો હુમલો ત્યારે આવે છે, જ્યારે આર્ટિરીઝમાં બ્લડ ફ્લો અટકાઈ જાય છે અથવા ખતમ થઈ જાય છે અને ઓક્સિજનની કમીથી હાર્ટનો તે ભાગ મરી જાય છે. બીજી તરફ કાર્ડિયાક અરેસ્ટમાં હાર્ટ અચાનક ધડકવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિની સાથે કંઈ પણ થઈ શકે છે.


