- પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલે કરી હતી ટિપ્પણી
- ચૂંટણી પંચે જવાબ આપવા આપ્યો 16 નવેમ્બર સુધીનો સમય
- દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કર્યું હતું વિવાદાસ્પદ ટ્વિટ
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે મંગળવારે કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયંકા ગાંધી દિલ્હીના આમ આદમી પાર્ટીને કારણદર્શક નોટિસ ફટકારી છે. ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને તેમને આ નોટિસ ફટકારવામાં આવી છે. આયોગે પ્રિયંકા ગાંધીને આ નોટિસનો જવાબ આપવા માટે 16 નવેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.
શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ?
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મોદી જે અહી જે BHEL હતું, જેમાંથી અમને રોજગાર મળતો હતો, જેના કારણે દેશ આગળ વધી રહ્યો છે. તમે તેનું શું કર્યું, કોને આપ્યું, મોદીજી કહો કે કોને આપ્યું. મોટા ઉદ્યોગપતિ મિત્રોને કેમ આપ્યું?
અરવિંદ કેજરીવાલે કર્યું હતું ટ્વિટ
ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચ (EC) એ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી છે. ભાજપે ECને ફરિયાદ કરી હતી કે આમ આદમી પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા બે ટ્વીટ્સ કથિત રીતે પીએમ મોદીને નિંદાજનક, અપમાનજનક અને બદનક્ષીભર્યા રીતે ચિત્રિત કરે છે.
EC કહે છે, “ટ્વીટ્સ પ્રથમ દૃષ્ટિએ MCC (મોડલ કોડ ઑફ કન્ડક્ટ) તેમજ ચૂંટણી અને દંડના કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે; તેમને 16મી નવેમ્બર સુધીમાં નિવેદનને લઈને ચોખવટ કરો કે કેમ MCCના ઉલ્લંઘન માટે યોગ્ય કાર્યવાહી તેમજ જોગવાઈઓ તમારી સામે ચૂંટણી અને દંડાત્મક કાયદાઓ ન લેવા જોઈએ.”