- એક આઇટીઓ પાસે 150 એસેસમેન્ટ, ગુજરાતમાં 20 હજાર કેસોનો ભરાવો
- દેશના અન્ય રાજ્યોના કેસ ફેસલેસ માટે આવતા આઈટી અધિકારીઓ હેરાન પરેશાન
- અધિકારીઓ નોકરીને પાંચ વર્ષે કે બે મહિના બાકી હોય તો પણ નોકરી કરવા તૈયાર નથી
ફેસલેસ સિસ્ટમની ઝટિલ પ્રકિયાથી કંટાળીને આવકવેરા વિભાગના ઇન્કમટેકસ ઓફિસર (આઇટીઓ) અને આસીસ્ટનન્ટ કમિશનલ કક્ષાના અધિકારીઓ નાછુટકે વીઆરએસ લઇ રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાંથી દર દસ દિવસે પાંચ જેટલા અધિકારીઓ વીઆરએસ લઇ રહ્યા છે. સમગ્ર દેશમાં જોવા જઇએ તો આઇટી અધિકારીઓની સંખ્યા વધારે છે. માત્ર ગુજરાતમાં જ અંદાજે આકારણી અધિકારીઓ પાસે 20 હજાર કરદાતાઓના કેસો ફેસલેસ સિસ્ટમમા પડેલા છે.
ફેસલેસ સિસ્ટમનો અમલ કરાયો ત્યારથી અત્યાર સુધી કરદાતાઓ કે તેમના સીએ સિસ્ટમ સમજી શક્યા જ નથી. ઓનલાઇન ચાલતી આ પ્રકિયા એટલી બધી જટિલ છે કે, આઇટી અધિકારીઓ કંટાળી ગયા છે અને નોકરીને પાંચ વર્ષે કે બે મહિના બાકી હોય તો પણ નોકરી કરવા તૈયાર નથી. અમદાવાદમાથી પણ વીઆરએસ લેનારની સંખ્યા વધારે છે. માર્ચ મહિના પહેલા તમામ કેસોનો નિકાલ કરવાનો છે હાલ કેસોનો ભરાવો છે તો બીજા તરફ નવા કેસો પણ આવી રહ્યા છે. ગુજરાતના આઇટીઓ પાસે આવતા કેસો ગુજરાતના હોતા નથી બલ્કે દેશના અન્ય રાજ્યોના કરદાતાઓના હોય છે જે નેશનલ ફેસલેસ સેન્ટ્રરમાંથી આવે છે. કરદાતાઓએ જાહેર કરેલી માહિતીઓનુ વેરિફિકેશન કરવા માટે ઇ-મેઇલ પાઠવીને ખૂટતી માહિતી માંગવામા આવતી હોય છે જે સમયસર મળતી નથી જેના કારણે અન્ય કેસો પણ ધ્યાન કેન્દ્રિત કરવુ પડે છે જ્યા સુધી માહિતી મળે નહિ ત્યાં સુધી ડિમાન્ડ સાથે શો-કોઝ નોટિસ આપી શકાતી નથી.
કરદાતાની જાહેર કરેલી માહિતી સામે આકારણી અધિકારી બેન્કો ,રજીસ્ટ્રાર ઓફિસ કે અન્ય સરકારી કચેરી પાસે કરદાતાની માહિતી માંગે પણ આપવામા આવતી નથી. આકારણી અધિકારીએ સરકારી એજન્સીઓ પાસે માહિહી માંગવા માટે ઉપરી અધિકારીઓની પરવાનગી લેવાની હોય છે જેમકે જોઇન્ટ કમિશનર અને કમિશનર લેવલના અધિકારીની પરવાનગી મળે પછી જ સેક્શન 133(6) હેઠળની નોટિસો આપીને માહિતી માંગવામાં આવે છે. આ માહિતી એવી હોય છે જે કરદાતાઓએ છુપાવેલી હોય છે. માહિતી મળ્યા પછી ઇન્કમનુ એડિશન કરીને પ્રપોઝલ તૈયાર કરાય છે જે ઉપરી અધિકારી પાસે જાય છે તેનો રિપોર્ટ ફાઇનલ થતાં એક અઠવાડિયુ લાગી જાય છે.
ગુજરાતના 350 અધિકારીઓ પાસે 20 હજાર કેસો પેન્ડિંગ
અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરતના આઇટીઓ અને તેમના ઉપરી અધિકારીઓ 350 જેટલા છે. પ્રત્યેકની પાસે 130થી 150 જેટલા કેસો ફેસલેસ માટે આવેલા છે. અંદાજે 20 હજાર કેસોની નિકાલ માર્ચ અંતિ સુધીમાં કરવાનો છે.કરદાતાઓને શો-કોઝ આપ્યા પછી તેની સાથે વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરવામા આવે છે. શો-કોઝ અંગે તેમની દલીલો અધિકારીઓ સાંભળી લેતા હોય છે. આ સમયે કરદાતા દેશના કયા રાજ્યનો છે તે પણ પુછવામા આવતુ નથી.
ફેસલેસની એસઓપીથી IT અધિકારીઓ કંટાળ્યા
ફેસલેસની સ્ટાન્ડર્ડ ઓપરેટીગ સિસ્ટમ (એસઓપી) એટલી ઝટલિ છે કે, અધિકારીઓ જ કંટાળી ગયા છે. કરદાતાઓ કે સીએ સમયસર જવાબ ઓનલાઇન ન આપી શકે તો વેલ્યુ એડિશન જઇ જાય છે અથવા ખોટો આકારણી ઓર્ડર નિકળી જવાના ચાન્સ વધારે રહેલા છે.


