- કેટલીક રાજ્ય વિધાનસભાની મુદત લંબાવવી પડે તો કેટલીકની ઘટાડવી પડે
- આ પહેલાં દેશમાં 2026 સુધીમાં 25 રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવી પડે
- જૂન 2029 સુધી 8 રાજ્યોમાં વિધાનસભા પૂરેપૂરા 5 વર્ષનાં ગાળા માટે ચલાવી શકાશે
દેશમાં વન નેશન વન ઈલેક્શનનો વિચાર પીએમ મોદી દ્વારા રમતો મૂકવામાં આવ્યો હતો. આ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં વડપણ હેઠળની સમિતિએ તે તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ પર જો તમામ પક્ષો સંમતિ દર્શાવશે તો 2029થી તેને લાગુ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ કરવી જરૂરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં આ મહિને જ ચૂંટણીઓ પૂરી થઈ છે તેથી તેને સામેલ કરવાનાં રહેશે નહીં. આ રાજ્યોમાં જૂન 2029 સુધી વધારી શકાશે.
પહેલા તબક્કામાં 8 રાજ્યોમાં જૂન 2024માં ચૂંટણી
પહેલા તબક્કામાં 8 રાજ્યો આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્રિમનો કાર્યકાળ જૂન 2024માં પૂરો થાય છે. હરિયાણા, મહારાષ્ટ્ર્, ઝારખંડ તેમજ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પથી 8 મહિના ઘટાડવો પડે. આ પછી જૂન 2029 સુધી આ રાજ્યોમાં વિધાનસભા પૂરેપૂરા 5 વર્ષનાં ગાળા માટે ચલાવી શકાશે.
બીજો તબક્કો 6 રાજ્યોમાં નવેમ્બર 2025 સુધીમાં ચૂંટણી
બિહારનો હાલનો કાર્યકાળ સાડા 3 વર્ષે પૂરો થશે. આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીનો કાર્યકાળ 3 વર્ષ 7 મહિના ઘટાડવો પડે. આમ આ રાજ્યોનો કાર્યકાળ ઘટાડીને સાડા 3 વર્ષનો કરવો પડે.
ત્રીજો તબક્કો 11 રાજ્યમાં ડિસેમ્બર 2026માં ચૂંટણી
ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં હાલનો કાર્યકાળ 3થી 5 મહિના ઘટાડવો પડે. આ પછી તેનો કાર્યકાળ સવા બે વર્ષ ચાલુ રહે. ગુજરાત, કર્ણાટક, હિમાચલપ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાનો કાર્યકાળ 13થી 17 મહિના ઘટાડવો પડે.


