સવારે ૯.૦૦થી ૫.૦૦ રેસકોસ ખાતે પ્રારંભ થયો હતો. ભવ્ય આકર્ષક પથ સંચલન સાંજે ચાર વાગ્યાથી રેસકોર્સ રીંગરોડ ઉપરથી સંઘનો ઘોષ (બેન્ડ) સાથે નીકળશે. કાર્ય વિસ્તાર કુંભમાં ડો. મનમોહન માધવરાવ વૈદ્ય સંઘના સર સહકર્યવહકની મુખ્ય ઉપસ્થિતિ છે. નાગપુર યુનિવર્સિટીમાંથી રેડિયો કેમિસ્ટ્રી (પરમાણુ રસાયણશાસ્ત્રનો ભાગ) મા પીએચ.ડી સુધીનો અભ્યાસ કર્યો છે. ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી, એ જ યુનિવર્સિટીમાં થોડા વર્ષો અધ્યાપક તરીકે સેવા આપી. સંઘ કાર્ય માટે યુએસએ, યુકે, કેન્યા, ગયાના, ત્રિનિદાદ અને ટોબેગો, સુરીનમ, જમૈકા, બાર્બાડોસ, ફિજી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં પ્રવાસ કર્યો છે. 1993 અને 94 ની વચ્ચે, આપ યુએસએમાં HSS પ્રચારક તરીકે હતા. તેઓ મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષા સારી રીતે જાણકાર છો. પ્રખર વાચક, કટારલેખક અને છટાદાર વક્તા એવા આપના ના પ્રવચનો સાંભળવા એક લાહવો છે. તેઓ વડોદરા મહાનગર ,વડોદરા વિભાગ પ્રચારક, ગુજરાત પ્રાંત મહાવિદ્યાલય પ્રમુખ અને ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે લાંબો સમય ગુજરાતમાં કામ કર્યું છે. તેઓ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ હતા. વર્તમાનમાં તેઓ સર કાર્યવાહ તરીકે કાર્યકરોનું માર્ગદર્શન કરે છે.