રાજકોટવાસીઓ કરોડો રૂપિયાના પતંગ અને દોરાની કરશે ખરીદી સાથે સાથે દાન પુણ્યનું બાંધશે ભથ્થુંઉતરાયણ પર્વને દાનનું પર્વ પણ ગણવામાં આવે છે. આ દિવસે પતંગો ઉડાડવામાં આવે છે. તો તેની સાથે સાથે કરોડોનું દાનપુણ્ય પણ છુટા હાથે થાય છે. રવિવારે આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી રચાશે અને એ માટે અત્યારથી જ ભરપૂર તૈયારીઓ થઈ ચુકી છે. બીજી તરફ પતંગ રસીકો માટે સારા સમાચાર એ છે કે પવનદેવતા પણ હેત વરસાવવાના છે તેથી પતંગરસીકોને મોજ પડી જશે. કાલે પતંગનું પર્વ અને દાનનું પર્વ છે.આ વર્ષે રવિવાર અને સોમવારે ઉતરાયણની ઉજવણી થવાની છે કારણ કે સૂર્ય મકર રાશિમાં રવિવારે રાતે 2:22 એ પ્રવેશે છે ખાસ કરીને દાન માટે સોમવાર વિશેષ ગણાશે. આજે બજારોમાં રાત્રે પણ લોકોની ભારે ભીડ જોવા મળશે. ઉતરાયણની ઉજવણી માટે રાજકોટવાસીઓ કરોડો રૂપિયાના પતંગ અને દોરાની ખરીદી કરતા હોય છે ત્યારે આ વખતે પણ પંતગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓના કહેવા અનુસાર બે દિવસથી ઘરાકીમાં વધારો થયો છે અને લોકો પતંગો ખરીદવા માટે ભારે ભીડ જામી છે. પહેલા પતંગોની ખરીદી માટે સદર બજાર મુખ્ય બજાર ગણાય છે. ઠેકઠેકાણે આ પ્રકારની નાની બજારો ઉભી કરીને પતંગ દોરાનું વેચાણ થાય છે.સદર બજાર એટલે પતંગોની બજાર એવું કહી શકાય હંમેશા પતંગરસીકો અહીંથી જ ખરીદી કરે છે આમ છતાં લોકો પોતાના વિસ્તારમાંથી પણ પતંગોની ખરીદી કરતા હોય છે.પતંગોની સાથે સાથે દોરાના ભાવમાં જંગી વધારો થયો છે. દોરાના વેપારીઓનુ કહેવું છે કે પતંગ શોખીનો જુદી-જુદી ડિઝાઇન પસંદ કરતા હોય છે. તેમાં પણ બાજ તેમજ વેલકમ 2024ની પતંગ ખાસ જોવા મળી રહી છે. દોરામાં પણ સાત દોર તેમજ કાચપાયેલી દોર વધારે ખરીદી કરે છે. ઉતરાયણ પહેલાથી ઘરાકી જોવા મળી રહ્યો છે. જુદી જુદી બ્રાન્ડના દોરા બજારમાં ઉપલબ્ધ છે. દર વર્ષના પ્રમાણમાં તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રીલ થઈને દોરા પાઈને ફીરકા તૈયાર કરનારો વર્ગ પણ મોટી સખ્યામાં હોય છે. સાથે સાથે બજાર જીંજરા અને બોર તેમજ ચીકીની ખરીદી માં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે.