અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામલાલાના જન્મસ્થળે મૂર્તિના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં અને વિશ્વમાં હિન્દુસમાજ સહિત અન્ય ધર્મના સંગઠનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ ની લાગણી પ્રવર્તે છે. એટલુ જ નહીં તા. ૨૨/૧/૨૦૨૪ ના સોમવારે ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભગવાન રામની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં સમગ્ર હિન્દૂ સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે ત્યારે રાજકોટ ના વકીલોમાં પણ ઉમંગભેર અને ઉત્સાહભેર સામેલ થવા માટે થનગનાટ છે.
આજરોજ રાજકોટ ના કોર્ટમાં નવા બિલ્ડીંગ ખાતે રાજકોટ ના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ ના મોટર એક્સિડન્ટ ક્લેઇમ પ્રેક્ટિશનર બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખશ્રી અજયભાઈ જોષી ના આર્થિક સહયોગથી તા ૨૦/૧/૨૦૨૪ના શનિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિ વાળી અતિ સુંદર તસ્વીર વાળા ૩૦૦(ત્રણસો) ફોટોગ્રાફ વહેલા તે પહેલાના ધોરણે અર્પણ કરવાનો તેમજ ૧૯૯૦ અને૧૯૯૨ના કારસેવા માં જોડાયેલા રાજકોટના વકીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના(BMS) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી હસુભાઈ દવે; ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ ધરી ડો. કમલેશભાઈ જોશીપુરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલનાયક ડો. કલ્પક ભાઈ ત્રિવેદી ગુજરાત ભાજપના લીગલસેલના પ્રદેશ સહ કન્વીનર શ્રી અનિલ દેસાઈ
ભાજપના લીગલસેલ ના પ્રદેશ કારોબારી સભ્યો હિતેશભાઈ દવે અને કિશોરભાઈ સખીયા અને ડો. કિરીટ પાઠક ડો. પરેશ ઠાકર ; સરકારી વકીલશ્રીઓ; નોટરીઓ; રાજકોટ ની વિવિધ અદાલતોમાં કાર્યરત અલગ અલગ બાર એસોસિએશન ના હોદેદારો સહિતના ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાની;ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ;સેક્રેટરી પી.સી.વ્યાસ; જોઈન્ટ સેક્રેટરી આર.ડી.ઝાલા; લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા અને અજયભાઈ પીપળીયા; અજયસિંહ ચૌહાણ ; નરેન્દ્રસિંહ ચાવડા; સહિત સૌ સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૯૦ અને ૧૯૯૨ની કારસેવા માં જોડાયેલા સર્વશ્રી હસુભાઈ દવે; ગીરીશભાઈ ભટ્ટ ;ઉમેશભાઈ રાજ્યગુરુ; કમલેશભાઈ જોશીપુરા; કલ્પકભાઈ ત્રિવેદી; પરેશભાઈ ઠાકર; જયેશભાઇ જાની હિતેશભાઈ દવે; શૈલેષભાઇ વ્યાસ ભરતભાઈ સોમાણી; દિવ્યાંગભાઈ ભટ્ટ; મુકેશભાઈ ઠક્કર; તુષારભાઇ દવે;રજનીકાંત જોષી સહીત ના એડવોકેટનું ખેસ પહેરાવી ને સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ સંચાલન રાજકોટ શહેરના સિનિયર એડવોકેટ શ્રીઅર્જુનભાઈ પટેલે કરેલ હતું.