રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે અને રાજકોટ શહેરના સર્વ જ્ઞાતિ સમાજના લાભાર્થે રાજકોટની પુણ્યશાળી ભૂમિ રેસકોસ ગ્રાઉન્ડ અયોધ્યા નગરી ખાતે વ્યાસપીઠેથી રમેશભાઈ ઓઝાએ ભાગવતમાં રામાયણનું દર્શન કરાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથા શ્રવણ માટે હિમાચલ પ્રદેશના ગવર્નર શિવપ્રતાપ શુકલા અને તેમના શ્રીમતીજી ખાસ રાજકોટ પધાર્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવપ્રતાપ શુકલા અને તેમના શ્રીમતીએ આ કથાના યજમાન રામભાઇ મોકરીયાના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને તેમના શ્રીમતીજીએ રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મેળવ્યા હતા.