શ્રી ખોડલધામ ઈસ્ટઝોન વિસ્તારમાં અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા એક અનોખી રંગોળી બનાવવામાં આવી છે. હાલમાં આવનાર 21 તારીખે રાજકોટના અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભુમીપુજન કરવામાં આવનાર છે. સાથે જ ભારત વર્ષમાં 500 વર્ષના સંઘર્ષ બાદ 22 તારીખે રામલલ્લાનો અયોધ્યામાં રાજ્યાભિષેક થવા જય રહ્યો છે. જેમાં હવે ગણતરીના કલાકો રહ્યા છે. આ બંને પર્વની અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં માં ખોડિયાર અને પ્રભુ શ્રી રામની 30 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે
આ પ્રસંગ ફરીથી નહિ આવે તે ભાવનાથી બધા ફેમિલી સાથે 3 દિવસ ભોજન અને ભજન પ્રોગ્રામ પણ રાખેલ છે
આ રંગોળી ફ્લેટમાં રહેતી બહેનો દ્વારા બનાવવામાં આવી છે આ રંગોળી બનાવતા 4 દિવસ નો સમય લાગ્યો
ઘરે ઘરે તોરણ અને દિવડા પ્રગટાવી આ દિવસને વધાવી લેવા અને યાદગાર બનાવવા માટે થનગની રહ્યાં છે
આના માટે અમૃત હાઇટસના દરેક સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે