શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે સવારે 7 વાગ્યેથી ભવ્ય લોકડાયરો યોજાશે.આ લોકડાયરામાં સમાજના 27 જેટલા કલાકારો હાસ્યરસ, સાહિત્યરસ અને ભજનની રમઝટ બોલાવી મા ખોડલની આરાધના કરશે.ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ખોડલધામ મંદિરે 700 જેટલા પોલીસ કર્મચારી ખડેપગે રહેશે.1 SP, 9 DYSP, 9 PI, 50 PSI, 330 પોલીસ, 290 હોમગાર્ડ અને GRD સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.મંદિર પરિસરને 250 થી વધુ CCTV થી સજ્જ કરવામાં આવ્યું છે.