By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 17મી અને 18મી સદીમાં અયોધ્યામાં શું થયું હતું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

17મી અને 18મી સદીમાં અયોધ્યામાં શું થયું હતું?

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
17મી અને 18મી સદીમાં અયોધ્યામાં શું થયું હતું?
SHARE

  • અયોધ્યામાં 19મી સદીનો રામજન્મભૂમિ સંઘર્ષ
  • રામજન્મભૂમિ માટે 20મી સદીની લડાઈ
  • અયોધ્યાના શ્રીરામજન્મભૂમિ મંદિર માટે લડાઈ

અકબર પછી આવેલા દિલ્હીના રાજાઓ જહાંગીર અને શાહજહાનના શાસનકાળ દરમિયાન પણ આ પૂજાપાઠ ચાલુ રહ્યા. આ સમયગાળા દરમિયાન, હિન્દુ શ્રાદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા વિવાદિત સ્થળની મુલાકાત લેતા રહ્યા. શાહજહાન પછી મૂર્તિપૂજાનો વિરોધ કરનાર ઔરંગજેબ દિલ્હીના તખ્ત પર આવ્યો. તેણે પોતાના પિતા શાહજહાનને આગ્રાના કિલ્લામાં કેદમાં રાખ્યા. મોટો ભાઈ દારા શુકોહનો શિરચ્છેદ કરીને પોતે દિલ્હીની ગાદી પર બેઠો. રામજન્મભૂમિ પર ઔરંગઝેબની દુષ્ટ નજર પડતાં જ તેણે વિવાદિત સ્થળ પર પરદાદા દ્વારા બાંધવામાં આવેલા નાના રામ મંદિર અને અન્ય વાસ્તુઓને તોડી પાડવા માટે, એટલે કે રામજન્મભૂમિ પર હુમલો કરવા માટે સેના મોકલી. રામજન્મભૂમિના રક્ષક બાબા વૈષ્ણવદાસને એવી ખબર મળી કે મુઘલ સૈનિકોને રાત્રે શરયુ નદીથી હોડીઓમાં અયોધ્યા મોકલવામાં આવ્યા છે. તેણે તે મુઘલ સેના પર તીર વરસાવ્યા. અડધી અડધ મુઘલ સેના સરયુ નદીમાં જલસમાધી મળી ગઈ. ઔરંગઝેબનો પહેલો હુમલો નિષ્ફ્ળ ગયો હતો. ઔરંગઝેબે સૈયદ હસન અલીને 50,000 ની સેના સાથે અયોધ્યા પર હુમલો કરવા માટે કહ્યું. પરંતુ બાબા વૈષ્ણવદાસે પંજાબમાં ગુરુ ગોવિંદ સિંહજીને મદદ માટે સંદેશો મોકલ્યો. આ સમયે ગુરુ ગોવિંદ સિંહજી આગ્રામાં મુઘલો સામે લડી રહ્યા હતા. તે તરત જ અયોધ્યા પહોંચી ગયા. બાબા વૈષ્ણવદાસ સાથે મુલાકાત કરીને રણનીતિ નક્કી કર્યા પછી, તેમણે અયોધ્યાથી 45 કિમી દૂર રૂદાલી ગામ પાસે શાહી મુઘલ સેના પર હુમલો કર્યો અને મુઘલોને હરાવ્યા. હસન અલીની સેના વિખેરાઈ ગઈ હતી અને તેની બીજી સેના અયોધ્યાથી 10 કિમી દૂર આવેલા ગામ સદાતગંજમાં હતી. આ શીખ સેનાએ હસન અલીની સેનાને ત્યાં પણ હરાવી હતી. મુઘલ સેનાપતિ સૈયદ હસન અલી અયોધ્યા તરફ્ ધસી ગયો અને ત્યાં બાબા વૈષ્ણવદાસના ચીપિયાધારી સાધુઓ સાથે યુદ્ધ થયું જેમાં હસન અલી અને તેની સેના માર્યા ગયા. ઔરંગઝેબ તેના ક્કઆલમગીરી નામાક્ર માં પાના 623 પર લખે છે કે બાબા વૈષ્ણવદાસ અને તેની સેનાએ મુઘલોને ત્રણ વાર હરાવ્યા હતા.

અંતે ગુસ્સે ભરાયેલો ઔરંગઝેબ ઈ.સ. 1664 માં પોતાની રાજધાની છોડી અયોધ્યા પર હુમલો કરવા ગયો, ત્યાં એક વિશાળ યુદ્ધ થયું, સાધુ સંતો અને સૈનિકોની સંખ્યા ઓછી હતી. આ લડાઈમાં દસ હજાર જેટલા હિન્દુ શહીદ થયા. અકબરની સંમતિથી બાંધવામાં આવેલા રામ મંદિર (રામ ચબૂતરા) અને અન્ય બાંધકામોને જમીન પર તોડી પાડવામાં આવ્યા હતા. તેણે આગળ વધીને ઑગસ્ટ 1669 માં, કાશી વિશ્વેશ્વરનું મંદિર તોડી પાડયું હતું અને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી. 16 જાન્યુઆરી, 1670 ના રોજ, તેણે મથુરાના કૃષ્ણ મંદિરને નષ્ટ કર્યું અને તેના પર એક ઇદગાહ બનાવી, પછી તે મહારાષ્ટ્ર તરફ્ વળ્યો, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજના પરાક્રમને કારણે, તે દક્ષિણમાં બહુ આગળ જઈ શક્યો નહીં. ઈ.સ. 1707 માં દુષ્ટ ઔરંગઝેબ મૃત્યુ પામ્યો. ઉપરોક્ત બે મરાઠા યોદ્ધાઓને કારણે, દક્ષિણ અને ઉત્તરમાં ઘણા મંદિરો અને શ્રાદ્ધા સ્થાનો સુરક્ષિત રહ્યા હતા કારણ કે ઔરંગજેબ તેના મૃત્યુ સુધી મહારાષ્ટ્ર છોડી શક્યો ન હતો.

ઔરંગઝેબના મૃત્યુ પછી, અયોધ્યા પર નવાબો સત્તા પર આવ્યા. પ્રથમ નવાબ બુરહાનુલ મુલક સઆદત અલી ખાનના સમયગાળા (ઈ.સ. 1707-1736) દરમિયાન, રામજન્મભૂમિનો સંઘર્ષ ચાલુ રહ્યો, તે પછી આવ્યા, નવાબ નસીરુદ્દીન હૈદરના શાસન દરમિયાન ત્યાં ત્રણ યુદ્ધો થયા, જેમાંથી એકમાં હિંદુઓએ ત્રણ દિવસ સુધી જન્મભૂમિ પર કબજો મેળવ્યો હતો. ઉત્તરમાં મરાઠાઓના રાજકારણમાં પહેલા પેશવાના સમયગાળામાં ઈ.સ. 1751 માં સરદાર મલ્હારરાવ હોળકરે અયોધ્યાને કાશી અને પ્રયાગને હસ્તાંતરિત કરવા અંગે પત્ર વ્યવહાર કર્યો હતો. ઈ.સ. 1756 માં અયોધ્યાના ત્રીજા નવાબ શુજાઉદ્દૌલાએ એક યુદ્ધમાં મરાઠાઓની મદદ માંગી. તે સમયે અયોધ્યામાં મરાઠાઓના વકીલોએ અયોધ્યાની સાથે ત્રણ જગ્યાની માંગ કરી અને તેવી શરત મૂકી. જુલાઈ 1757 માં, રાઘોબાદાદા પેશવા અને નવાબની વચ્ચે ત્રણ સ્થાનો હસ્તાંતરિત કરવાનો કરાર થયો. પરંતુ વાસ્તવિક હસ્તાંતરણ ન થવાને કારણે પેશવા અને મરાઠા લષ્કર નારાજ હતા. નાનાસાહેબ (બાળાજી પેશવા) દ્વારા તેમના સરદાર દત્તાજી શિંદેને 23 ફેબ્રુઆરી 1757 ના રોજ લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે નવાબ બનારસ અને અયોધ્યા રાઘોબા પેશવાને આપવા સંમત થયા છે. તે મુજબ પ્રયાગ સહિત તમામ શ્રોત્રોનો વહિવટ સંભાળો. નવાબ શુજાઉદ્દૈલાએ ઈ.સ. 1756 માં અયોધ્યાનું નામ બદલીને ફેઝાબાદ કર્યું. તે દિવસથી લોકો અયોધ્યાને બદલે ફેઝાબાદ કહેવા લાગ્યા અને અયોધ્યાનું રૂપ બદલાઈ ગયું.

અયોધ્યાના શ્રીરામજન્મભૂમિ મંદિર માટે લડાઈ

કુલ મળીને, બાબરના સેનાપતિ મીરબાકી દ્વારા લડવામાં આવેલી 2 લડાઈઓ, બાબરના શાસનકાળ દરમિયાન 4 લડાઈઓ, તેના પુત્ર હુમાયુનના શાસન દરમિયાન 10 લડાઈઓ, અકબરના શાસનકાળ દરમિયાન 20 લડાઈઓ, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન 29 લડાઈઓ, નવાબ સાદત અલીના શાસન દરમિયાન 5 લડાઈઓ, નવાબ નસરુદ્દીનના શાસન દરમિયાન 3 લડાઈઓ, નવાબ વાજિદ અલી શાહના શાસન દરમિયાન 3 લડાઈઓ અને વિક્રમાદિત્ય પહેલાં ગ્રીકો દ્વારા લડવામાં આવેલ યુદ્ધ, આમ રામજન્મભૂમિ માટે કુલ 79 લડાઈઓ લડાઈ. 1857 ના સ્વાતંર્ત્ય સંગ્રામ પછીના સમયગાળામાં અંગ્રેજોએ પોતાનું સ્થાન મક્કમ કર્યું અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનની જગ્યાએ ઇંગ્લેન્ડની રાણીનું શાસન લાવી દીધું. તેથી નવી અદાલતો અને નવા ન્યાયાધીશોની રચના થઈ. અંગ્રેજોએ રામજન્મભૂમિ પ્રશ્ન ઉકેલવા માંગતા નહોતા. 25 મે 1995 ના રોજ મહંત રઘુવરદાસે ફેજાબાદ જિલ્લા અદાલતમાં એક મુકદ્દમો દાખલ કરીને રામજન્મભૂમિ પર મંદિર બનાવવાની પરવાનગી માંગી. 18 મી માર્ચ 1886 ના રોજ જસ્ટિસ ચમિયરે કહ્યું હતું કે આ વાતને 356 વર્ષ થઈ ગયા હોવાથી તેઓ કોઈની તરફેણમાં ચુકાદો આપી શકતા નથી. મહંત રઘુવરદાસ આ જગ્યાના માલિક છે તેવો કોઈ પુરાવો ક્યાંય આપવામાં આવ્યો નથી. તેથી સ્થિતિ યથાવત રહેશે. સ્ટેટસ ક્વો જાળવી રાખવામાં આવશે. અંગ્રેજો દ્વારા સ્થાપિત ફેઝાપુર જિલ્લા અદાલતનો આ પ્રથમ નિર્ણય હતો.

અયોધ્યામાં 19મી સદીનો રામજન્મભૂમિ સંઘર્ષ

ઈ.સ. 1837 પછી વાજિદ અલી શાહ નવાબ બન્યા. તેઓ કટ્ટર મુસલનાન નહતા. તેમના સમયમાં ઈ.સ. 1853 માં, હનુમાન ગઢીના મહંત બાબા ઉદ્ધવદાસ અને શ્રીરામચરણદાસના નેતૃત્વમાં રામજન્મભૂમિને આઝાદ કરાવવા માટે શાહી દળો સામે યુદ્ધ થયું. ઔરંગઝેબે બનાવેલી મસ્જિદ સાધુઓ દ્વારા તોડી પાડવામાં આવી હોવાની અફ્વા ફેલાવીને, શાહી સેનાના સુન્તી મુસ્લિમોએ હનુમાન ગઢી પર હુમલો કર્યો. ત્યાં તેમનો પરાજય થયો અને પંચોત્તેર મુસ્લિમો માર્યા ગયા. આટલા બધા મુસ્લિમોને એક જ સમયે એક કબ્રસ્તાનમાં દફ્નાવવામાં આવ્યા હતા. તેનું નામ ‘ગંજ-એ-શહીદન’ રાખવામાં આવ્યું હતું. નવાબ પર આની ગંભીર અસર પડી. તેણે દરબાર બોલાવીને એક પંચ નીમ્યું. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે આગા અલી ખાન અને હિંદુઓના પ્રતિનિધિ તરીકે રાજા માનસિંહ અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક પ્રતિનિધિ આમ ત્રણ પ્રતિનિધિઓ હતા. આ પંચે અભ્યાસ બાદ નિર્ણય આપ્યો કે, આ વિવાદિત વિસ્તારમાં પહેલા કોઈ મસ્જિદ નહોતી. ભૂતકાળમાં આ જગ્યા પર હિન્દુ મંદિર હતું અને આ જગ્યાનો હક હિન્દુઓને આપવામાં કોઈ વાંધો નથી. અલબત્ત, આ કમિશનના નિર્ણયને કટ્ટર મુસ્લિમોએ સ્વીકાર્યો ન હતો. તેમણે જેહાદની હાકલ કરી. ફેઝાબાદ ગેઝેટિયરમાં કૅનિંગહૅમ લખે છે કે ભીટ્ટીના રાજકુમાર જયદત સિંહ અને પંડિત ભવાનીદત્ત રોનાહી’ ગામમાં શાહી સેના સામે લડયા હતા. શાહી દળોનો સંપૂર્ણ પરાજય થયો અને રામજન્મભૂમિ પર હિંદુઓની સંપૂર્ણ સત્તાની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી અને બહાદુર શાહ ઝફરને દિલ્હીના બાદશાહ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે 1857 ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તે સમયે અયોધ્યાના રાજા ગણાતા દેવીબક્ષસિંહ ગોંડા નરેશ, તેમજ મહંત રામચરણદાસ, ફેઝાબાદના નવાબ અમર અલી આ બધાએ બહાદુર શાહ ઝફરના નેતૃત્વમાં અંગ્રેજોનો જોરદાર વિરોધ કર્યો હતો. આ સમયગાળામાં અંગ્રેજો સામેની લડાઈમાં દેશની આઝાદી માટે હિંદુઓએ જે બહાદુરી બતાવી અને બહાદુર શાહને જે અણમોલ સાથ આપ્યો, તે કારણે બહાદુર શાહ ઝફર ખૂબ જ સંતુષ્ટ હતા અને હિંદુઓની દેશભક્તિ જોઈને તેમણે એક ફરમાન જાહેર કર્યું કે શ્રીરામજન્મભૂમિ હિંદુઓને પાછી આપવામાં આવે. તે સમયે મુસ્લિમોએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. પણ અંગ્રેજો ડરી ગયા. હિંદુ-મુસ્લિમ એક થઈ જાય તો આપણે ભારત છોડવું પડશે એવા ડરથી, આ મંદિર-મસ્જિદ વિવાદના મુખ્ય સૂત્રધાર અને હવે એક થયેલા બે બહાદુર નાયકો બાબારામચરણદાસ અને અમર અલી બંનેને ઈ.સ. 18 મી માર્ચ 1857 ના રોજ જાહેરમાં ફંસી આપવામાં આવી હતી. આમ અંગ્રેજોએ બહાદુર શાહ ઝફરનો નિર્ણય સ્વીકાર્યો ન હતો.

રામજન્મભૂમિ માટે 20મી સદીની લડાઈ

અંગ્રેજોએ આધુનિક શસ્ત્ર્રો પર આધારિત સેના બનાવી દેશમાં આતંક મચાવ્યો. અને તેમના અન્યાયના વિરોધમાં અનેક ક્રાંતિકારીઓને દેશ માટે શહીદી વેઠવી પડી હતી. ઈ.સ. 1934 માં અયોધ્યામાં ગોહત્યાને લઈને રમખાણો થયા હતા. તેમાં રામજન્મભૂમી ઊપરની કહેવાતી મસ્જિદ અને આસપાસના વિસ્તારમાં રમખાણો થયા. તેમાં હિંદુઓએ મસ્જિદ પર કબજો કર્યો અને રામમૂર્તિની સ્થાપના કરી. રમખાણોમાં મુસ્લિમ અને હિંદુ બંને સમુદાયના ઘણા લોકોનું બલિદાન આપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ કર્ફ્યુ લાદી દીધો અને મહંત રામકિશોરદાસ, મહંત રઘુવરપ્રસાદ, બાબા મંગળદાસ, બાબા યમુનાદાસ, બાબા શત્રુઘ્નદાસ, બાબા સિયારામદાસ સામે કેસ દાખલ કરવામાં આવ્યા. ઈ.સ. 1935 માં તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વિવાદાસ્પદ મસ્જિદની જગ્યા પર હિંદુઓનું લોહી વહ્યું હતું, તેથી તે જગ્યા અશુદ્ધ બની ગયી હતી અને ત્યારબાદ મુસ્લિમ સમુદાય તે જગ્યાએ નમાઝ પઢવા આવ્યો જ નથી. પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહિ. શ્રીરામની મૂર્તિ પહેલાથી જ સ્થાપિત કરવામાં આવી હોવાના કારણે, મુસ્લિમ સમુદાય નમાઝ અદા કરવા આવ્યો નહિ. મુસ્લિમ વક્ફ્ બોર્ડ દ્વારા 1946 માં મસ્જિદની જગ્યા ‘શિયાઓ’ ની છે એમ જાહેર કરવામાં આવ્યું હતું.

અંદર શ્રીરામલલ્લાની મૂર્તિ તો હતી જ. 22-23 ડિસેમ્બર 1949 ના રોજ એક ચમત્કાર થયો. સ્થળના મુસ્લિમ ચોકીદાર એટલે કે અબ્દુલ બરકતે કોર્ટ સમક્ષ (કૃષ્ણ કુમાર નાયર ન્યાયાધીશ હતા) કહ્યું કે જ્યારે હું ફરજ પર હતો ત્યારે મેં રામલલ્લાના રૂપમાં એક સુંદર બાળક જોયું. આવું તેજ મેં ક્યારેય જોયું નથી. આ સમયે પ્રવેશદ્વારનું તાળું તૂટયું હતું અને બીજા દિવસે આ ચમત્કાર જોવા માટે ઘણા હિંદુ લોકો એકઠા થયા હતા. આ ઘટનાએ નાયબ પોલીસ નિરીક્ષકને ચોંકાવી દીધા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 145 મુજબ, 29 ડિસેમ્બર 1949 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે ભગવાન શ્રીરામચંદ્રની પૂજા અર્ચના કરવાની વ્યવસ્થા જોવા માટે માત્ર ચાર પુજારી અને એક ભંડારીએ અંદર પ્રવેશ કરવાની પરવાનગી હશે અને બાકીના લોકોએ બહારથી જ દર્શન કરવાનું રહેશે. 5 ડિસેમ્બર, 1950 ના રોજ, મહંત રામચંદ્ર પરમહંસએ ફેઝાબાદના ન્યાયાધીશ સમક્ષ સિવિલ પ્રોસિજર કોડની કલમ 80 હેઠળ નોટિસ જારી કરીને કેસ ક્ર. 25/1950 દ્વારા માંગણી કરી હતી કે ‘કોર્ટે વિવાદિત વિસ્તારને હિંદુ વાસ્તુ તરીકે માની લીધું છે. તેથી આ મંદિર હિંદુઓને સોંપી દેવું જોઈએ.

ઈ.સ. 3 માર્ચ 1951 ના રોજ, ફેઝાબાદ સિવિલ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે 1936 થી, મુસ્લિમો દ્વારા આ સ્થળનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવતો નથી. વિવાદિત સ્થળ પર હિન્દુ લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે. પરંતુ ચુકાદાના પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું ન હતું કે આ જમીન હિંદુઓને સોંપવામાં આવે. તેથી હાયકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

ભારતની આઝાદી છતાં રામમંદિર ન બની શક્યું આનું દુઃખ અનેક સાધુ-સંતોના હૃદયમાં રહ્યું. ભારતના વડાપ્રધાન પં. નહેરુ અને મૌલાના આઝાદ રામજન્મભૂમિના સંદર્ભમાં ચર્ચા કરવા માટે મળ્યા હતા. પરિણામે, નેહરુ સરકારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતને એક પત્ર મોકલ્યો, જેમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં પ્રસ્થાપિત રામમૂર્તિને હટાવવા માટે કેન્દ્રનું સમર્થન છે. સરકારે આ પત્ર કલેક્ટર નાયરને મોકલ્યો હતો. પરંતુ વારંવાર રિમાઇન્ડર કરવા છતાં નાયરે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ મામલામાં તેમણે રાજીનામું આપવું પડયું, પરંતુ તેમણે મૂર્તિ હટાવી ન હતી. એ જ રીતે જસ્ટિસ ગુરુદત્ત સિંહે રાજીનામું આપ્યું. બંનેએ ભગવાન રામચંદ્રની મૂર્તિ માટે પોતાનો આત્મસમ્માન જાળવીને રાજીનામું આપ્યું હતું. ત્યારપછીના ઘણા વર્ષો સુધી યથાસ્થિતિ જળવાયેલી જ રહી. રામલલ્લાના દર્શન કરવા માટે દેશના વિવિધ ભાગોમાંથી લોકો આવી રહ્યા હતા.

ઇ.સ. 1983 માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફ્રનગર ખાતે હિંદુ સંમેલન યોજાયું હતું. તેમાં, શ્રી. ગુલજારીલાલ નંદા અને શ્રી. દાઉ દયાલ ખન્ના આ ઉત્તર પ્રદેશના બંને કૉન્ગ્રેસી નેતાઓએ તેમાં હાજરી આપી હતી. દાઉ દયાલ ખન્નાએ વિશ્વ હિન્દુ પરિષદના મંચ પર શ્રીરામજન્મભૂમિનો મુદ્દોઉઠાવ્યો. તે દિવસથી આંદોલન શરૂ થયું હતું.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
રાજકોટ

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ

Editor By Editor 2 days ago
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?