વરિષ્ઠ નાટ્યકાર, લેખક, દિગ્દર્શક, એવા 59 વર્ષના હિતેશભાઈ સીનરોઝાને અચાનક બેઈન સ્ટ્રોક આવી જવાથી બેભાન થઈ ગયા હતા તાત્કાલિક તેમને યુનાઇટેડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડો વિશાલ મેવા, ડો બેન્જામિન પનારા તથા ડો મલય ઘોડાસરાની ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી એમના મગજમાં મુખ્ય ધમનીમાં લોહી ગંઠાઈ જવાને લીધે બ્રેન્ડ સ્ટોક થયેલો હતો અને આ લોહીના ગઠ્ઠાને ઓગાડવા માટેની આધુનિક સારવાર પણ કરવામાંઆવી તેમ છતાં પણ તેમના બેઇનમાં સુધારો ન થયો અને તેઓની સ્થિતિ વધારેને વધારે બગડતી ગઈ અમુક સમય પછી તેઓનું બ્રેઈન ડેડ થઈ ગયું એવું ડોક્ટર્સની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું. આ વખતે તેમના પુત્રો દર્શનભાઈ અને વ્યોમેશભાઈ પત્ની વર્ષાબેન અને પુત્રવધુ ભક્તિબેન અને અન્ય નજીકના સંબંધીઓને રાજકોટમાં કાર્ય કરતી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સમજાવવામાં આવ્યા અને બધાએ સાથે મળીને હિતેશભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું
ત્યારબાદ બી ટી સવાણી કિડની હોસ્પિટલના ડો દિવ્યેશ વિરોજા, ડો મયુર કપુરીયા, ડો પંકજ ઢોલરીયા, ડો વિશાલ મેવા અને એમની ટીમના સહયોગથી હિતેશભાઈના બ્રેઈન ડેડ માટેના કન્ફર્મેશન માટે જરૂરી ટેસ્ટ કર્યા અને અંગદાન માટેની આપણા રાજ્યની સંસ્થા SOTTO ની સાથે સંકલન કરવાનું કાર્ય બીટી સવાણી કિડની હોસ્પિટલના સીઓઓ ડો વિશાલ ભટ્ટ અને ટ્રાન્સપ્લાન કોર્ડીનેટર ડો અમિત ગોહેલ દ્વારા કરવામાં આવ્યું.
આપણા સૌરાષ્ટ્રમાં કિડનીના દર્દીઓનો દિવસેને દિવસે વધારો થતો જાય છે તેવામાં બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સલેટની સારવાર ખૂબ જ રાહત દરે અને સફળતાપૂર્વક થાય છે અને દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા નથી ખાવા પડતા તેમ સંસ્થાના ચેરમેન જેન્તીભાઈ ફળદુ અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશી એ જણાવેલું છે.
વરિષ્ઠ નાટ્યકાર હિતેશભાઈ સીનરોઝાનું અવસાન થતાં અંગનું દાન: ચાર લોકોને નવજીવન
