પત્ની મનીષા શાહને ખરા અર્થમાં સ્મરણાંજલિ આપતા પિંકલ શાહ
દિવંગત વ્યક્તિની પુણ્યતિથીએ પરિવારજનોએ દાન કે સેવા કરી હોય એવું તો તમે સાંભળ્યું હશે પણ પોતીન પત્નીની પુણ્યતિથીએ પતિએ સમાજ માટે કાર્યરત સ્ત્રીઓને એવોર્ડ આપી બિરદાવી હોય એવું નહીં સાંભળ્યું હોય. સમાજ માટે કાર્યરત ઘણી બધી સ્ત્રીઓમાંથી અમુક મહિલાઓને પિંકલ શાહ દ્વારા પત્ની મનીષા શાહની પુણ્યતિથીએ બિરદાવી તેમનું સન્માન કરી સમાજને એક ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. આ સમારંભ ગત રવિવાર તા.11-02-24 સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન કેમ્પસના H T પારેખ હોલ ખાતે યોજાયો હતો.
વિવિધ ક્ષેત્રે સામાજીક કાર્યોમાં પોતાનું – ખૂબ જ મહત્વનું કરનારા મહિલા આગેવાનો : મિત્તલ પટેલ,ગુજરાત રાજયના બાગાયત ખાતાના ડે. ડાયરેક્ટર ડૉ. સ્મિથા પિલ્લાઈ, સંગીતા પટેલ, પૂર્વી કે ત્રિવેદી, અર્પિતા શાહ, તૃપ્તિબા રાઓલ, પૂર્વી શાહ, જીગ્ના ગજ્જર, જ્યોતિકા જોશી, રેખા બ્રહ્મભટ્ટ નામની પ્રેરણાદાયી નારીશક્તિઓને તેમના રાષ્ટ્ર નિર્માણના સ્તુત્ય કર્યો માટે મનુ:સ્મૃતિ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના ડે.કલેક્ટકર તમન્નાજી, દેવાંગ ભટ્ટ, JG UNI ના અચ્યુત દાણી, લેખિકા બીના પટેલ, ઉમિયાધામના રશ્મિન પટેલ, ગૂજ. વિદ્યાપીઠના ઊષાબેન ઉપાધ્યાય, GLS Uni.ના માલા દાણી, ચાંદખેડાના રાજશ્રી કેશરી જેવી અનેક દિગ્ગજ નામાંકિત હસ્તીઓના વરદ્દ હસ્તે સમાજસેવિકા મહિલાઓને ટ્રોફી સાથે ઇનામો એનાયત કરવામાં આવી હતી. JG એજ્યુકેશન કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રભુ પ્રાર્થના અને દેવી વંદનાના નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.