- ઉમેદવારોને જ દેવાને લઇને મધ્યપ્રદેશ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે
- ખાનગી સંગઠન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી
- હાઇકોર્ટે અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકારને નોટિસ આપી છ સપ્તાહમાં જવાબ માંગ્યો
આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના કોટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગના ઉમેદવારોને જ દેવાને લઇને મધ્યપ્રદેશ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને છ સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા જણાવ્યું છે. વાસ્તવમાં અરજદારે તર્ક કર્યો છે કે ગરીબો તમામ શ્રેણીઓ અને જાતિઓમાં ઉપલબ્ધ છે પણ ઈડબ્લ્યૂએસનો લાભ ફક્ત સામાન્ય વર્ગના લોકોને જ આપવામાં આવે છે. શનિવારે આ કેસની સુનાવણી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રવિ વિજય મલિમથ તથા ન્યાયમૂર્તિ વિશાલ મિશ્રાની બનેલી બેન્ચે કરી હતી. એડવોકેટ યુનિયન ફોર ડેમોક્રસી એન્ડ સોશિયલ જસ્ટિસ નામના સંગઠન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં કોર્ટે કેન્દ્ર સરકારને છ સપ્તાહની અંદર જવાબ આપવા આદેશ કર્યો છે. અરજદારે તર્ક કર્યો છે કે ગરીબો તમામ શ્રેણી અને જાતિઓમાં ઉપલબ્ધ હોવા છતાં પણ ઈડબ્લ્યૂએસનો લાભ ફક્ત સામાન્ય વર્ગને જ આપવામાં આવે છે જે અન્યાયપૂર્ણ છે.
ઈડબ્લ્યૂએસ નીતિ અસંગત હોવાની દલીલ
અરજદાર તરફતી રજૂઆત કરતાં એડવોકેટ રામેશ્વરપ્રસાદ સિંહે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલી ઈડબ્લ્યૂએસ નીતિ અસંગત છે. અરજદારે બંધારણની કલમ 15(6) અને 16(6) હેઠળ કેન્દ્ર સરકારને પડકાર આપ્યો છે. 2019ના 103મા સુધારામાં એસસી, એસટી અને ઓબીસી અનામત હેઠળ નહીં આવરી લેવાયેલા લોકોને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગનું અનામત પ્રદાન કરવા માટે બંધારણમાં અનુચ્છેદ 15(6) અને 16(6)ને સામેલ કરવામાં આવ્યા હતાં.
OBC, SC-STને લાભની બહાર રખાયા
બંધારણમાં તર્ક કરવામાં આવ્યો હતો કે ઓબીસી, એસસી-એસટીને લાભની બહાર રાખવામાં આવે. અરજદારનું કહેવું છે કે ઈડબ્લ્યૂએસ નીતિ અનુચ્છેદ 14ની વિરુદ્ધ છે. એટલું જ નહીં ઈડબ્લ્યૂએસ અનામત ખાસ અનામત છે જે બિનબંધારણીય છે, જે ગરીબો સાથે જાતિના આધાર પર ભેદભાવ કરે છે.


